અને... શિકારીને લઇને પક્ષી ઉડ્યું

અને... શિકારીને લઇને પક્ષી ઉડ્ય

આપણામાં કહેવાય છે ને કે ઘણી વખત શિકારી ખુદ શિકાર બની જાય છે. ઇસ્ટ લંડનના હોર્નચર્ચ કંટ્રી પાર્કમાં આવું જ બન્યું હતું.

આપણામાં કહેવાય છે ને કે ઘણી વખત શિકારી ખુદ શિકાર બની જાય છે. ઇસ્ટ લંડનના હોર્નચર્ચ કંટ્રી પાર્કમાં આવું જ બન્યું હતું. ખીસકોલી જેટલા કદના નાનકડા 'વિઝલ'એ શિકાર કરવા માટે લક્કડખોદ પક્ષી પર તરાપ તો મારી હતી, પરંતુ કદમાં વિરાટ લક્કડખોદે ગભરાઇને ઉડાન ભરતા 'વિઝલ' માટે મુસીબત થઇ ગઇ હતી. પોતાની પીઠ પર સવાર 'વિઝલ'ને લઇને જ લક્કડખોદ ઉડી ગયું હતું.

પત્ની એન સાથે ચાલવા માટે ગયેલા માર્ટીન લી-મે નામના તસવીરકારે લક્કડખોદની ચિસો સાંભળતા જ વીજળી ઝડપે આ તસવીર લઇ લીધી હતી. જેમાં ગભરાયેલા લક્કડખોદ પક્ષી પર ઉડાન ભરતું 'વિઝલ' નજરે પડે છે. આ વિઝલ સામાન્ય રીતે ઉંદર અને નાનકડા સસલા જેવા પ્રાણીઅોનો શીકાર કરી શકે છે. નાનકડા કદ અને શરીરની ગરમીને કારણે 'વિઝલ' વારંવાર ભુખ્યુ થઇ જાય છે. બની શકે છે મોટો હાથ મારવાના ઇરાદે તેણે હિંમત બતાવીને શરીરમાં મોટા લક્કડખોદ પર આક્રમણ કર્યું હશે?

અને... શિકારીને લઇને પક્ષી ઉડ્ય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.