ધોલેરામાં રૂ. એક હજાર કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઊભું કરાશે

ધોલેરામાં રૂ. એક હજાર કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઊભું કરાશે

અમદાવાદ પછી ગુજરાતનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધોલેરા ખાતે શરૂ કરવા ચક્રો ગતિમાન થઇ ગયા છે. 

ગાંધીનગરઃ અમદાવાદ પછી ગુજરાતનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધોલેરા ખાતે શરૂ કરવા ચક્રો ગતિમાન થઇ ગયા છે. અમદાવાદથી ૧૦૦ કિલોમીટરને અંતરે આવેલા ધોલેરા ખાતે તૈયાર થનારા આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે રૂ. એક હજાર કરોડનો પ્રોજેક્ટ રહેશે અને તેને દુબઇ જેવું અત્યાધુનિક બનાવવામાં આવશે. આ એરપોર્ટ તૈયાર થવામાં હજુ પાંચ વર્ષનો સમય લાગી શકે છે.

ધોલેરા ખાતે તૈયાર થનારા આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સાઇટ માટે ૧૪૨૬ હેક્ટરની જમીન પસંદ કરવામાં આવી છે. આ એરપોર્ટમાં ચાર હજાર મીટર અને ૨૯૦૦ મીટર એમ બે રનવે બનાવવાની સંભાવના છે. ધોલેરા એરપોર્ટ માટે જે બ્રોશર તૈયાર કરવામાં આવ્યું છે તેમાં દુબઇ કરતા પણ અદ્યતન એરપોર્ટ બનાવવાના સંકેત આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દુબઇ ખાતેના ગલ્ફ એરપોર્ટમાં ૨૦૧૪ના વર્ષમાં ૭ કરોડ ૪૮ લાખ મુસાફરોએ અવર-જવર નોંધાઇ હતી. આ સાથે જ તે વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બની ગયું હતું. દુબઇના ગલ્ફ એરપોર્ટ માટે રૂ. ૪૫ હજાર કરોડ ખર્ચવામાં આવ્યા હતા. ધોલેરા ખાતે તૈયાર થનારા આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે તૈયાર કરવામાં આવી શકે છે. 

ધોલેરામાં રૂ. એક હજાર કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઊભું કરાશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.