મનુભાઇ અને જયાબેન મકવાણાએ ૫૬મી લગ્નજયંતિની ઉજવણી કરી

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટના ચેરમેન અને જાણીતા સામાજીક કાર્યકર્તા શ્રી મનુભાઇ કે. મકવાણા અને તેમના પત્ની જયાબેન મકવાણાએ ગત તા. ૨૪મી ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ પોતાના સુખી દામ્પત્યજીવનની ૫૬મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. સૌ પ્રથમ દંપત્તીએ વિલ્સડન સ્વામિનારાયણ મંદિર અને તે પછી નિસડન સ્થિત સ્વામિનાાયણ મંદિરે જઇ ભગવાનના દર્શન, આરતી અને અભિષેક કર્યો હતો.

મનુભાઇ અને જયાબેનને તેમના સૌથી મોટા દિકરા પ્રવિણભાઇ, પુત્રવધૂ પ્રીતિબેન, પૌત્રી ઉમા, બીજા દિકરા કેતન તેના પત્ની વિનલબેન, પૌત્ર યશ, ત્રણ દિકરીઅો મીનાબેન, ચંદ્રિકાબેન અને હર્ષાબેન તેમજ તેમના બાળકો, ભાવિની, નીશા, રાખી, હેમા, નીલ, શિવમ, સુરજ અને પૂજાએ અભિનંદન પાઠવ્યા હતા. દંપત્તીને તેમના ફેસબુક પર અને ફોન દ્વારા પણ સૌએ શુભેચ્છાઅો પાઠવી હતી.