યુકેવાસીનું હોસ્પિટલ માટે માતબર દાન
વિદેશવાસી રહેવાસીઓ વતનમાં વિવિધ સેવાકાર્યોમાં આર્થિક સહયોગ આપીને માનવતા મહેકાવતા હોય છે.
રાજકોટઃ વિદેશવાસી રહેવાસીઓ વતનમાં વિવિધ સેવાકાર્યોમાં આર્થિક સહયોગ આપીને માનવતા મહેકાવતા હોય છે.શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ માટે યુકે-લેસ્ટરસ્થિત શ્રી જલારામ ફરસાણના સ્વ. બાબુલાલ વલ્લભદાસ મોરઝરીયા પરિવાર તથા રમેશભાઈ પાબારીએ બે ડાયાલિસીસ મશીન પ્રતિ કુલ ૧૦ લાખ ૫૦ હજારનું રોકડ યોગદાન આપેલ છે. હોસ્પિટલથી પ્રભાવિત થઈને આશાબહેને રૂ. ૫ લાખ ૫૦ હજારનું બાઈનોક્યુલર માઈક્રોસ્કોપ મશીન આપવાની જાહેરાત કરી હતી. સંસ્થાને ચેરમેન ભૂપેન્દ્રભાઈ સચદેએ કરી હતી. એટલે કે કુલ રૂ. ૧૬ લાખનું માતબર અનુદાન મળેલ છે.
