વાયબ્રન્ટ ગુજરાતના ગાજ્યા મેઘ વરસ્યા નહીં!

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ર૦૦૩થી ર૦૧પ સુધી યોજવામાં આવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં લાખો કરોડ રૂપિયાના મૂડીરોકાણની જાહેરાતો કરવામાં આવી છે. 

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ર૦૦૩થી ર૦૧પ સુધી યોજવામાં આવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં લાખો કરોડ રૂપિયાના મૂડીરોકાણની જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ તેનાથી વાસ્તવિક પરિસ્થિતિ ખૂબ જ અલગ છે. વર્ષ ર૦૦૯ અને ર૦૧૧માં કુલ ૪૦૪૮ સમજૂતી કરાર પડતાં મુકવામાં આવ્યા હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું.

ગત સપ્તાહે વિધાનસભામાં કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ અને શૈલેષ પરમારે વાયબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ અંગે પ્રશ્ન પૂછ્યાં હતાં. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે વર્ષ ર૦૦૯માં કુલ ૩પ૭૪ પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યાં હતાં. જેમાં સૂચિત મૂડીરોકાણ રૂ. ૧ર૩૪૮૯૮.૪૯ કરોડ આંકવામાં આવ્યું હતું. એ જ રીતે વર્ષ ર૦૧૧માં ૮૩૮૦ પ્રોજેક્ટ માટે કરાર થયા હતાં. જેના દ્વારા રૂ. ર૦૮૩૧૮ર.૭ર કરોડના મૂડીરોકાણનો અંદાજ મુકવામાં આવ્યો હતો. પરંતુ સરકારે વિધાનસભામાં આપેલા જવાબમાં જણાયું છે કે અનેક પ્રોજેક્ટ પડતા મુકવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું હતું કે વર્ષ ર૦૦૯માં આવેલા ૩પ૭૪ પ્રોજેક્ટ પૈકી ૯પ૧ પ્રોજેક્ટ પડતાં મુકાયા છે. જ્યારે ર૦૧૧માં આવેલા ૮૩૮૦ પ્રોજેક્ટ પૈકી ૩૦૯૭ પ્રોજેક્ટ પડતાં મુકવામાં આવ્યાં છે. આમ, બે વાયબ્રન્ટ સમિટમાં કુલ ૪,૦૪૮ પ્રોજેક્ટ પડતાં મુકવામાં આવ્યાં છે. ર૦૧૧માં બાકી વધેલા પ્રોજેક્ટ અન્વયે ૩,૬૯૩ પ્રોજેક્ટ ઉત્પાદનમાં ગયેલા છે. ૮૦પ પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે. તથા ૭૮પ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કામાં છે.

વાયબ્રન્ટ ગુજરાતના ગાજ્યા મેઘ વરસ્યા નહીં!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.