સાઉથ આફ્રિકાની ઝડપી બોલિંગ સૌથી ખતરનાક : સર્વે

સાઉથ આફ્રિકાની ઝડપી બોલિંગ સૌથી ખતરનાક : સર્વે

નવી દિલ્હીઃ છેલ્લા વર્લ્ડ કપમાં સ્પિનર મેચવિનર સાબિત થયા હતા, પરંતુ વખતે આવું બનવાની શક્યતા નથી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડની પિચો પોતાના બાઉન્સ તથા ઝડપ માટે જાણીતી છે. આથી વિજયનો મદાર ઝડપી બોલર્સ પર વધારે રહેશે. 

ક્રિકેટ સંબંધિત માહિતી માટે જાણીતી ક્રિકઇન્ફો વેબસાઇટે આ બાબતને ધ્યાનમાં રાખીને એક સર્વે કર્યો છે જેમાં સમર્થકોએ સાઉથ આફ્રિકાની ઝડપી બોલિંગને સૌથી ખતરનાક માની છે. ટીમને ૨.૧૨ લાખથી વધુ મત મળ્યા છે. સર્વેમાં કુલ ૫.૬૪ લાખથી વધુ લોકોએ વોટિંગ કર્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે. તેને ૧.૨૨ લાખથી વધુ મત મળ્યા છે. ભારતીય ટીમ ૩૮ હજાર કરતાં વધુ મત સાથે પાંચમા ક્રમે છે. જ્યારે પાકિસ્તાન (૬૭ હજાર મત) ત્રીજા, ન્યૂ ઝીલેન્ડ (૫૧ હજાર મત) ચોથા અને શ્રીલંકા (૨૧ હજાર મત) છઠ્ઠા ક્રમે છે. આ સર્વેમાં જે વોટિંગ થયું છે તે દર્શાવે છે કે વેસ્ટ ઇન્ડિઝ તથા ઇંગ્લેન્ડ કરતાં બાંગ્લાદેશની બોલિંગ વધુ સારી છે. આ સર્વેમાં ૧૯ હજાર કરતાં મત સાથે બાંગ્લાદેશની ટીમ સાતમા ક્રમે છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ ૧૫ હજાર કરતાં વધુ મત મેળવીને આઠમા અને વેસ્ટ ઇન્ડીઝ માત્ર ૨૯૯૬ મતો સાથે નવમા ક્રમે છે.

સાઉથ આફ્રિકાની ઝડપી બોલિંગ સૌથી ખતરનાક : સર્વે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.