સુંદર વાળ માટે પુરુષો સેક્સ અને બિયર પણ છોડી રહ્યા છે

લંડનઃ મોટા ભાગના પુરુષો તેના વાળ અંગે ખૂબ જ ચિંતિત હોય છે, પરિણામે મોટા ભાગના પુરુષો સેક્સ અને બિયરનો ત્યાગ કરે છે. આવું તારણ એક સર્વેના આધારે કાઢવામાં આવ્યું છે. 

લંડનઃ મોટા ભાગના પુરુષો તેના વાળ અંગે ખૂબ જ ચિંતિત હોય છે, પરિણામે મોટા ભાગના પુરુષો સેક્સ અને બિયરનો ત્યાગ કરે છે. આવું તારણ એક સર્વેના આધારે કાઢવામાં આવ્યું છે.
એનપીડી ગ્રૂપ દ્વારા થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ૬૯ ટકા પુરુષો એવા છે કે જે તેના વાળ પાતળા થઇ રહ્યા છે તે વાતે ચિંતિત છે. આવું થતું અટકાવવા તેઓ આકરી જહેમત પણ ઉઠાવે છે. કેટલાક પુરુષોમાં એવી માન્યતા છે કે સેક્સ અને બિયરનો ત્યાગ કરવાથી વાળને વધુ ઘાટા કે ભરાવદાર બનાવી શકાય છે. આથી તેઓ આ બન્ને બાબતોનો ત્યાગ કરી રહ્યા છે, તો કેટલાક પુરુષો ઓછા પ્રમાણમાં બિયર પીએ છે કે બહુ ઓછા પ્રમાણમાં સેક્સ માણે છે.
આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે કેટલાક પુરુષો એવા છે જેઓ માને છે કે ભરાવદાર કે ઘટાદાર વાળ હોવા એ નસીબદાર અને રોમેન્ટિક હોવાની નિશાની છે. ૧૦૦માંથી ૫૧ ટકા પુરુષો સ્વીકારે છે કે તેમનાં મનમાં પોતાના વાળ અંગે સતત ચિંતા રહે છે. કેટલાક પુરુષો માની રહ્યા છે કે દુબળા કે પાતળા વાળ એ ઘડપણની નિશાની છે અને તેઓ વૃદ્ધ થઇ રહ્યા છે.
કેટલાક પુરુષો એવા પણ છે કે જેઓ પરિણીત છે તેથી હેરસ્ટાઇલ માટે ઓછો સમય આપી શકે છે. આવા પુરુષોમાં મોટા ભાગના દરરોજ માત્ર ૧૫ મિનિટ જ પોતાના વાળ માટે આપી શકે છે જ્યારે કેટલાક પુરુષો એવા છે કે જે મહિનામાં માત્ર પાંચ વખત જ પોતાના વાળની કેર કરવા માટે કોસ્મેટિક્સનો ઉપયોગ કરી
શકે છે.

સુંદર વાળ માટે પુરુષો સેક્સ અને બિયર પણ છોડી રહ્યા છે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.