હળવી ક્ષણોએ...

એક વ્યક્તિનું મૃત્યુ થયું. તેથી તે સ્વર્ગમાં ગયો. ત્યાં જ દરવાજા આગળ તેણે ચિત્રગુપ્ત મળ્યા. તેઓને તે માણસને રોક્યો.
ચિત્રગુપ્તઃ તું એક શરતે જ અંદર આવી શકીશ.
વ્યક્તિઃ કઇ શરત?
ચિત્રગુપ્તઃ હું તને જે શબ્દ કહું તેનો તારે સ્પેલીંગ સાચેસાચો બોલવો પડશે.
વ્યક્તિઃ કયો શબ્દ એ કહો?
ચિત્રગુપ્તઃ લવ!
વ્યક્તિઃ L...O...V...E
ચિત્રગુપ્તઃ બહુ સરસ, તું અંદર આવી શકે છે.
પેલો માણસ જેવો અંદર આવતો હતો ત્યાં જ ચિત્રગુપ્તને કોઈનો મોબાઈલ આવ્યો.
ચિત્રગુપ્તઃ જો તું અહીંયા ઊભો રહે, મારે અર્જન્ટ કામ છે. મારી ગેરહાજરીમાં જો કોઈ આવે તો તેને અંદર પ્રવેશ આપતાં પહેલાં મેં જેમ તારી સ્પેલીંગ ટેસ્ટ લીધી હતી તેમ તારે પણ લેવાની અને જો તેને સ્પેલીંગ ના આવડે તો તેને નરકમાં મોકલી દેજે.
પેલો માણસ દરવાજે ઊભો રહ્યો. ત્યાં દૂરથી એક સ્ત્રી આવતી જોઈ. નજીક આવી તો જોયું કે તેની જ પત્ની હતી.
તે બોલ્યોઃ અરે, તું અહીંયા કેવી રીતે પહોંચી ગઈ?
પત્નીઃ તમારા અંતિમ સંસ્કાર કર્યા પછી હું ઘરે પાછી ફરતી હતી ત્યાં બહાર નીકળતા એક્સિડેન્ટમાં મારું મોત થયું. અને અહીંયા આવી ગઈ. હવે આઘા ખસો મને અંદર જવા દો.
વ્યક્તિઃ એમ અંદર જવા ના મળે. અહીંયા નિયમ પ્રમાણે તારે કોઈ એક શબ્દનો સ્પેલિંગ વર્ડ ટુ વર્ડ બોલવો પડશે.
પત્નીઃ કયો વર્ડ છે?
પેલા વ્યક્તિએ બહુ વિચારીને કહ્યુંઃ ચેકોસ્લોવેકિયા?! (czechoslovakia)

ચંગુના સાહેબે તને એક દાખલો સમજાવ્યો.
ચંગુને જરાય સમજ ન પડી.
સાહેબે ફરી દાખલો સમજાવ્યો.
ચંગુને હજી ન સમજાયું.
સાહેબે ત્રીજી વખત દાખલો સમજાવ્યો.
ચંગુને જરાય સમજ ન પડી.
સાહેબઃ ચંગુ, હું તને સમજાવતાં-સમજાવતાં ગાંડો થઈ ગયો.
આ સાંભળીને ચંગુ તરત ઊભો થઈને દોડવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
સાહેબ (ગુસ્સામાં)ઃ આમ ભાગે છે ક્યાં?
ચંગુઃ ગાંડાની હોસ્પિટલમાં ફોન કરવા!

પતિઃ દુબઈ જાઉં છું...
પત્નીઃ તો મારા માટે સોનાની ચેન લેતા આવજો.
પતિઃ ત્યાંથી હોંગકોંગ જવાનું છે.
પત્નીઃ ત્યાંથી મારા માટે ડાયમન્ડ નેકલેસ લેતા આવજો.
પતિઃ (ગુસ્સામાં) ત્યાંથી મારે નરકમાં જવાનું છે.
પત્નીઃ (તરત જ રડવા જેવી થઈને) ભગવાનની દયાથી ઘરમાં બધું જ છે, કશું લાવવાની જરૂર નથી... બસ, ત્યાં જ રહેજો!

સ્માર્ટફોન શ્લોક
કરાગ્રે વસતે એન્ડ્રોઈડમ્
કરમધ્યે વોટ્સ-એપમ્
કરમૂલે તું ફેસ-બુકમ્
પ્રભાતે સેલ-દર્શનમ્ !

તમારા દોસ્તની વાટ લગાડવી હોય તો શું કરવાનું?
અમસ્તાં એનો મોબાઈલ માગીને એની વાઈફને એક જ એસએમએસ એ મોબાઈલથી મોકલવાનોઃ 'લવ યુ ટુ!'
પછી જુઓ મજા...

રાહુલ ગાંધીઃ ગુજરાતમાં શાંતિ છે જ નહિ. મેં મારી નજરે જોયું છે કે લોકો હાથમાં ડંડાઓ લઈને એકબીજાને માર્યા જ કરતા હોય છે...
નરેન્દ્રી મોદીઃ બકા, એને 'ડાંડીયા' કહેવાય!

હળવી ક્ષણોએ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.