હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા હોળી મહોત્સવની ઉજવણી કરાઇ

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ગત તા. ૫મી માર્ચના રોજ કિંગ્સબરી રોડ સ્થિત રો ગ્રીન પાર્ક ખાતે હોળી મહોત્સવની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાઇ હતી.
હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ગત તા. ૫મી માર્ચના રોજ કિંગ્સબરી રોડ સ્થિત રો ગ્રીન પાર્ક ખાતે હોળી મહોત્સવની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાઇ હતી.
આ પ્રસંગે સાંજે ૬ કલાકે પ્રારંભે હોળી માતાની પૂજા કરવામાં આવી હતી અને તે પછી સ્થાનિક વેપારીઅો અને સ્પોન્સરર દ્વારા હોળી પ્રગટાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અબાલ વૃધ્ધ સૌએ તંદુરસ્ત જીવન માટે પૂજા અર્ચના કરી હતી. હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આશરે ૧૫૦૦-૨૦૦૦ લોકો દર વર્ષે ભાગ લે છે.