૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું લેસ્ટરમાં શાનદાર સન્માન થશે

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ શ્રી સનાતન મંદિર, લેસ્ટરના સહકારથી આગામી તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરના ૨-૩૦થી ૭-૦૦ દરમિયાન મહાત્મા ગાંધી હોલ, શ્રી સનાતન મંદિર, વેમથ સ્ટ્રીટ, અોફ કેથેરાઇન સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. લેસ્ટર અને તેની આજુબાજુના વિસ્તારોમાં રહેતા વડિલો અને તેમના પરિવારજનો તરફથી આ માટે ખૂબ જ સુંદર સહકાર સાંપડ્યો છે અને ઘણાં બધા વડિલોએ સન્માન માટે હોંશભેર પોતાના નામ નોંધાવ્યા છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સર્વે વડિલોનું ઉપસ્થિત અગ્રણીઅોના વરદહસ્તે સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે અને તેનો સચિત્ર અહેવાલ 'ગુજરાત સમાચાર'માં પ્રકાશિત કરાશે. આ પ્રસંગે લેસ્ટર સ્થિત શ્રુતિ આર્ટ્સના વિખ્યાત ગાયક શ્રી ચંદુભાઇ મટ્ટાણી અને ગૃપ ભક્તિ સંગીત રજૂ કરશે અને અન્ય કાર્યક્રમ તેમજ શાકાહારી ભોજનનો સૌ સાથે મળીને આનંદ ઉઠાવીશું.

આપના ઘરમાં, મિત્રવર્તુળમાં કે સગા સ્નેહીજનોમાં કોઇ વડિલ ૮૦ વર્ષ કરતા વધુ વય ધરાવતા હોય તો તેમનું નામ, સરનામુ, જન્મ તારીખ કે ઉંમર, જન્મ સ્થળ, મૂળ વતન, ટૂંકો બાયોડેટા, તાજેતરનો ફોટો તેમજ ઉપસ્થિત રહેનાર વ્યક્તિઅોની કુલ સંખ્યા સાથેની સંપૂર્ણ માહિતી ફેક્સ નંબર 020 7749 4081 દ્વારા અથવા તો ઇમેઇલ : [email protected]કે પછી પોસ્ટ દ્વારા કમલ રાવ, ગુજરાત સમાચાર, Karmayoga House, 12, Hoxton Market, London N1 6HW ખાતે તા. ૧૭મી માર્ચ ૨૦૧૫ સુધીમાં મોકલી આપવા નમ્ર વિનંતી છે. જો કોઇને જરૂર હોય તો શ્રી સનાતન મંદિર, લેસ્ટર ખાતેથી આ કાર્યક્રમ માટેનું ફોર્મ પણ મળી રહેશે અથવા તો ઇમેઇલ કરનાર વ્યક્તિને તે ફોર્મ મોકલી આપવામાં આવશે. વડિલ સાથે ઉપસ્થિત રહેનાર સૌને પ્રવેશપત્ર હોલ પરથી મળી જશે.

વધુ માહિતી માટે સંપર્ક: શ્રી રમણભાઇ બાર્બર, પ્રમુખ, શ્રી સનાતન મંદિર, લેસ્ટર - 0116 266 1402, Email: [email protected] અથવા કમલ રાવ 020 7749 4001 / 07875 229 211.

૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું લેસ્ટરમાં શાનદાર સન્માન થશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.