• ઓસ્બોર્ન ૨૭ મિલિયન મતદારને ટેક્સ લહાણી કરશે

ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ૧૮ માર્ચે રજૂ થનારા તેમના બજેટમાં ઈન્કમ ટેક્સમાં રાહત આપી ૨૭ મિલિયન મતદારોને ખુશ કરવા પ્રયાસ કરશે. આ સાથે બ્રિટનમાં ટેક્સ ભરવાનું ટાળતી મલ્ટિનેશનલ કંપનીઓ પર ‘ગુગલ ટેક્સ’નો પ્રહાર કરશે. ટોરી અને લિબરલ ડેમોક્રેટ્સ બજેટને આખરી ઓપ આપી રહ્યા છે, જેમાં સાધારણ આવક ધરાવતા વર્કરોને ખુશ કરવા પર્સનલ ઈન્કમ ટેક્સ એલાવન્સનું ધોરણ £૧૧,૦૦૦ સુધી લઈ જવાની વાત છે. આ ધોરણ એપ્રિલથી £૧૦,૬૦૦ થનાર છે, પરંતુ તેમાં થોડાં વધારા સાથે હજારો કામદારોને કરજાળથી મુક્ત કરી દેવાશે.

ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ૧૮ માર્ચે રજૂ થનારા તેમના બજેટમાં ઈન્કમ ટેક્સમાં રાહત આપી ૨૭ મિલિયન મતદારોને ખુશ કરવા પ્રયાસ કરશે. આ સાથે બ્રિટનમાં ટેક્સ ભરવાનું ટાળતી મલ્ટિનેશનલ કંપનીઓ પર ‘ગુગલ ટેક્સ’નો પ્રહાર કરશે. ટોરી અને લિબરલ ડેમોક્રેટ્સ બજેટને આખરી ઓપ આપી રહ્યા છે, જેમાં સાધારણ આવક ધરાવતા વર્કરોને ખુશ કરવા પર્સનલ ઈન્કમ ટેક્સ એલાવન્સનું ધોરણ £૧૧,૦૦૦ સુધી લઈ જવાની વાત છે. આ ધોરણ એપ્રિલથી £૧૦,૬૦૦ થનાર છે, પરંતુ તેમાં થોડાં વધારા સાથે હજારો કામદારોને કરજાળથી મુક્ત કરી દેવાશે.

• બાળ યૌનશોષણને નજરઅંદાજ કરનારા કાઉન્સિલ ચીફ્સને જેલ થશે

બાળ યૌનશોષણ ગેન્ગ્સને નજરઅંદાજ કરનારા પોલીસ, શિક્ષકો, ચૂંટાયેલા કાઉન્સિલરો, કાઉન્સિલના વડાઓ અને સામાજિક કાર્યકરોને મહત્તમ પાંચ વર્ષની જેલ ભોગવવી પડશે તેમ વડા પ્રધાન ડેવિડ કેમરને ઓક્સફર્ડ સેક્સ ગેન્ગના સંદર્ભે જાહેર કર્યું છે. ત્રાસવાદ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની માફક ચાઈલ્ડ સેક્સ એબ્યુઝને પણ રાષ્ટ્રીય ધમકી ગણવાનો આદેશ પોલીસ દળોને કરવામાં આવશે. કેર હોમ્સમાં વૃદ્ધોના રક્ષણ માટે તાજેતરમાં દાખલ કરાયેલી ઈરાદાપૂર્વકની બેદરકારીની જોગવાઈ બાળકોના રક્ષણ માટે લાગુ કરવામાં આવશે.

કોઈન્સ પર ક્વીનના નવા પોર્ટ્રેટનો ઉપયોગ

ક્વીન એલિઝાબેથ દ્વિતીયના શાસનકાળમાં પાંચમા કોઈન પોર્ટ્રેટનું અનાવરણ રોયલ મિન્ટ દ્વારા લંડનની નેશનલ પોર્ટ્રેટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે. જોકે, ૧૯૯૮ પછી પહેલી વખત કરાયેલા નવા પોર્ટ્રેટ સાથેના સિક્કા લોકોના હાથમાં આવતાં થોડો સમય લાગશે. સૌ પહેલા નવા સિક્કા કેશ સેન્ટર્સ અને બેન્ક્સને પૂરા પાડવામાં આવશે. નવા સિક્કાની ડિઝાઈન માટે સ્પર્ધામાં રોયલ મિન્ટ એન્ગ્રેવર જોડી ક્લાર્કની ડિઝાઈન પસંદ કરાઈ હતી.

 મોટા સ્ટોર્સમાં શોપલિફ્ટિંગના ગુનામાં ઓછી સજાની તરફેણ

પૂર્વ બિઝનેસ મિનિસ્ટર અને સાંસદ ડેવિડ લેમીએ નાની કોર્નર શોપ્સની સરખામણીએ મોટા સ્ટોર્સમાં કરાતા શોપલિફ્ટિંગના ગુના પ્રત્યે નરમાશ દાખવવા કાયદામાં સુધારાની તરફેણ કરી છે. લેમીએ જણાવ્યું હતું કે સ્વતંત્ર નાની દુકાનોમાં કરાતી £૧૫૦ની ચોરીની અસર ફોર્ટનમ એન્ડ મેસન સ્ટોર્સની સરખામણીએ વધુ હોય છે. મોટા સ્ટોર્સમાં ચોરી કરતા શોપલિફ્ટર્સને ઓછી સજા થવી જોઈએ. ડેવિડ લેમી ૨૦૧૬માં લંડનમાં મેયરપદના લેબર ઉમેદવારની સ્પર્ધામાં છે.

• ભાવિ ટોરી સરકારમાં પણ 100,000ની માઈગ્રન્ટ્સ મર્યાદાની હિમાયત

હોમ સેક્રેટરી થેરેસા મેએ આગામી પાર્લામેન્ટમાં ટોરી સરકાર હેઠળ પણ માઈગ્રન્ટ્સ મર્યાદા ૧૦૦,૦૦૦ની રાખવાની મજબૂત હિમાયત કરી છે. તેમણે આ મુદ્દે વરિષ્ઠ ટોરી સભ્યોની ચેતવણીઓ નકારી હતી. તેમણે કહ્યું હતું કે આ મુદ્દો સરકારના શિક્ષણ અને આરોગ્ય સહિતના તમામ વિભાગને સ્પર્શે છે. તેઓ વિવાદી ઈમિગ્રેશન સુધારા આ જ પાર્લામેન્ટ સમક્ષ રાખવા મક્કમ છે. તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે લેબર પાર્ટીની નીતિઓના કારણે નેટ માઈગ્રેશન ૪૦૦,૦૦૦ના આંકે પહોંચ્યું હતું.

 • કટ્ટરવાદી ઉપદેશકોના મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટીમાં ખેંચતાણ

યુનિવર્સિટીઝ એન્ડ સ્કીલ્સના ટોરી મિનિસ્ટર ગ્રેગ ક્લાર્કે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં કટ્ટરવાદી ઉપદેશકો પર અંકુશોની યોજના સામે ચેતવણી આપવા સાથે પક્ષમાં વિવાદ સર્જાયો છે. ક્લાર્કે કેબિનેટ મીટિંગમાં કહ્યું હતું કે અહિંસક કટ્ટરતાવાદીઓ પર પ્રતિબંધ માટે યુનિવર્સિટીઓને ફરજ પાડવાની હોમ ઓફિસની યોજના અર્થપૂર્ણ નહિ બને. ક્લાર્કની આ ટીપ્પણીથી ડેવિડ કેમરન અને હોમ સેક્રેટરી થેરેસા મે રોષે ભરાયા હતા. સરકારે યુનિવર્સિટીઓ અને અન્ય જાહેર સંસ્થાઓ પર ત્રાસવાદને અટકાવવા વૈધાનિક ફરજ પાડતો કાયદો પસાર કર્યો છે, પરંતુ માર્ગદર્શક વિધાનો અંગે હજુ અવઢવ છે.

• આબિદ નાસીર માન્ચેસ્ટરના અર્નડેલ સેન્ટરને ઉડાવવાના ષડયંત્રનો ગુનેગાર

માન્ચેસ્ટરના અર્નડેલ સેન્ટરને ઉડાવી દેવાનું કાવતરાના ગુનામાં ન્યૂ યોર્ક કોર્ટે પાકિસ્તાની વિદ્યાર્થી અને અલ-કાયદાના સભ્ય આબિદ નાસીરને ગુનેગાર ઠરાવ્યો હતો. એપ્રિલ ૨૦૦૯માં માન્ચેસ્ટરમાં ધરપકડ થયા પછી પૂરાવાના અભાવે મુક્ત કરાયો હતો. તે ઈસ્ટરમાં ખરીદારોને બોમ્બ વિસ્ફોટમાં મારી નાખવાનું કાવતરું ઘડનારા ત્રાસવાદી સેલનો લીડર હોવાની શંકા પોલીસને ન હતી. પશ્ચિમી લક્ષ્યાંકો પર હુમલાના અલ-કાયદાના વૈશ્વિક કાવતરાના આરોપી તરીકે તેનું ૨૦૧૩માં યુએસએને પ્રત્યાર્પણ કરાયું હતું.

• ઓસ્બોર્ન ૨૭ મિલિયન મતદારને ટ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.