જોબ ન મળે તો અડધી ફી પરત

જોબ ન મળે તો અડધી ફી પરત

લંડનઃ વિશ્વભરમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાનો અને યુનિવર્સિટીઓ તેમની જાહેરખબરોમાં ‘૧૦૦ ટકા જોબ ગેરંટી’ વાક્ય લખીને વિદ્યાર્થીઓને આકર્ષવાની કોશિશ કરતાં હોય છે. જોકે બ્રિટનની સૌથી પ્રતિષ્ઠિત અને જૂની પ્રાઇવેટ લો યુનિવર્સિટી આ લોભામણાં વાક્યથી પણ ડગલું આગળ નીકળી ગઈ છે. તેણે જોબ ન મળે તો વિદ્યાર્થીઓને અડધી ફી પાછી આપવાની ગેરન્ટી આપી છે. આ યુનિવર્સિટીનું નામ છે યુ-લો (યુનિવર્સિટી ઓફ લો). ગિલ્ડ ફર્ડમાં ૧૯૬૨માં સ્થપાયેલી આ યુનિવર્સિટી યુરોપભરમાં જાણીતી છે. છેલ્લાં બે વર્ષમાં યુ-લોનો પ્લેસમેન્ટ રેકોર્ડ ૯૭થી ૯૮ ટકાનો રહ્યો છે.

આવતા મહિનાથી યુ-લોનું નવું સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે યુનિવર્સિટીના સીઈઓ ડેવિડ જોન્સ્ટને જાહેરાત કરી છે કે કોર્સ પૂરો થયાના નવ મહિનામાં જો તેના કોઈ વિદ્યાર્થીને નોકરી નહીં મળે તો યુનિવર્સિટીની અડધી ફી પરત કરાશે. યુ-લોના લિગલ પ્રેક્ટિસ કોર્સની ટ્યૂશન ફી ૧૪,૭૬૫ પાઉન્ડ છે. સીઈઓ ડેવિડ કહે છે, ‘જુઓ, આ કોઈ ઓફર નથી. અમે અમારે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે આવું નથી કર્યું. આની પાછળ બે કારણો છે. પહેલું આજના જમાનામાં હાયર એજ્યુકેશન ક્ષેત્ર સંપૂર્ણપણે વ્યાવસાયિક બની ગયું છે. વિદ્યાર્થીઓને તેનો લાભ મળવો જ જોઇએ. આજની તારીખે ડિગ્રી માત્ર કાગળનું ફરફરિયું નથી. આ તેમનું રોકાણ છે. તેથી તેમને વળતર તો મળવું જ જોઇએ. અમારું નામ દુનિયામાં વિખ્યાત છે. જો અમારો એક પણ વિદ્યાર્થી કોર્સ પૂરો કર્યા બાદ નોકરી ન મેળવી શકે તો તે અમારી નિષ્ફળતા ગણાશે.’
તેઓ વધુમાં કહે છે કે વળી, આજે વિદ્યાર્થીઓ કોઈ પણ કોલેજમાં એડમિશન લે તો તેના મનમાં સતત એક સવાલ ઘૂમરાયા કરે છે કે કોર્સ પૂરો કર્યા બાદ તેને નોકરી મળશે કે નહીં, અમે આ સવાલ જ દૂર કરી દેવા માગીએ છીએ. આજે સ્થિતિ ખૂબ બદલાઈ ગઈ છે. મોંઘવારી વધી છે, નાણાંનું મૂલ્ય ઘટ્યું છે. એજ્યુકેશન લોન લઈને વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તેમના ઉપર દબાણ ખૂબ જ વધી ગયું છે. બ્રિટન સહિત યુરોપના ઘણા દેશોમાં વિદેશી વિદ્યાર્થીઓને કામ કરવાના નિયમોમાં ભારે છૂટ અપાઇ છે. તેના કારણે તે દેશોના વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા વધી ગઈ છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય કર્યો છે.

જોબ ન મળે તો અડધી ફી પરત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.