મેઘમહેરથી કચ્છના મીઠા ઉદ્યોગને વધુ નુકસાન

મેઘમહેરથી કચ્છના મીઠા ઉદ્યોગ
Kutch Salt

ભારતભરમાં મીઠા (નમક)ના ઉત્પાદનમાં સૌથી વધુ મોખરે રહેલા કચ્છના મીઠા ઉદ્યોગ માટે તાજેતરમાં થયેલા અતિભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. 

ગાંધીધામઃ ભારતભરમાં મીઠા (નમક)ના ઉત્પાદનમાં સૌથી વધુ મોખરે રહેલા કચ્છના મીઠા ઉદ્યોગ માટે તાજેતરમાં થયેલા અતિભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. અગાઉ પણ અનેક વખત લાખો રૂપિયાનું નુકસાન થયું હતું, હવે ત્રણ દિવસના ભારે વરસાદથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ પરિસ્થિતિના કારણે કચ્છમાં મીઠાના ઉત્પાદનને પણ ગંભીર અસર થશે તેવો ભય આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને છે.

કચ્છમાં મીઠાના ઉદ્યોગના કારણે કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે અને દરિયાકાંઠે નાના-મોટા ઉદ્યોગકારો મીઠાનો વ્યવસાય ચલાવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસ નદીના પાણી કચ્છના રણમાં ફરી વળતાં સૂરજબારી પાસે ધમધમતા મીઠાના ૬૦થી વધુ કારખાના સદંતર બંધ થઈ ગયા છે. આ વિસ્તારના મોટાભાગના કારખાના મિકેનાઈઝ થઈ ગયા છે, વરસાદી પાણીમાં લાખો ટન પકવેલું મીઠું ધોવાયું છે અને સાથે મશીનરીને પણ વ્યાપક નુકસાન થયું છે.

મેઘમહેરથી કચ્છના મીઠા ઉદ્યોગ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.