હવે સરકારી નોકરી માટે અંગ્રેજી જરૂરી

હવે સરકારી નોકરી માટે અંગ્રેજ

કેમરન સરકારે નવા આકરા ઇમિગ્રેશન કાયદાના ભાગરૂપે હવે દેશમાં સરકારી નોકરી મેળવવા માટે કડકડાટ અંગ્રેજી બોલવાનું અનિવાર્ય બનાવ્યું છે. મતલબ કે જે લોકો કડકડાટ અંગ્રેજી બોલી શકતા નથી તેઓ હવે બ્રિટનમાં સરકારી નોકરી મેળવી શકશે નહીં.

લંડનઃ કેમરન સરકારે નવા આકરા ઇમિગ્રેશન કાયદાના ભાગરૂપે હવે દેશમાં સરકારી નોકરી મેળવવા માટે કડકડાટ અંગ્રેજી બોલવાનું અનિવાર્ય બનાવ્યું છે. મતલબ કે જે લોકો કડકડાટ અંગ્રેજી બોલી શકતા નથી તેઓ હવે બ્રિટનમાં સરકારી નોકરી મેળવી શકશે નહીં.
અહેવાલ અનુસાર, સપ્ટેમ્બર મહિનાથી એનએચએસ સ્ટાફ અને કાઉન્સિલ વર્કર્સ માટે અસ્ખલિત અંગ્રેજી બોલવાનું અનિવાર્ય બનશે. ટૂંકમાં, સરકારી કર્મચારીને સામાન્ય લોકો સાથે અંગ્રેજી ભાષામાં સરળતાથી વાતચીત કરતા આવડવું જોઈએ. આ ભાષાકૌશલ્ય GCSEના ગ્રેડ-સી અથવા તેથી ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ.
નવી જોગવાઇ પ્રમાણે, બ્રિટનમાં તબીબી સેવાઓ આપતા ડોક્ટરોનું અંગ્રેજી સામાન્ય કર્મચારીઓ કરતાં વધુ સારું હોવાનું જરૂરી છે. ડોક્ટરોનું અંગ્રેજી જનરલ મેડિકલ કાઉન્સિલ (જીએમસી) દ્વારા ચકાસવામાં આવશે.
કેમરન સરકારના કેબિનેટ પ્રધાન મેટ હેન્કોકે જણાવ્યું કે સખત મહેનત કરતા બધા જ લોકોના લાભ માટે અમે ઇમિગ્રેશન નિયંત્રિત કરી રહ્યા છીએ. નવા આકરા નિયમો સરકારના ઇમિગ્રેશન બિલનો એક ભાગ છે.
અસ્ખલિત અંગ્રેજી ભાષા બોલવાનો નિયમ માત્ર એનએચએસ સ્ટાફ અને કાઉન્સિલ વર્કર્સ પૂરતો જ ફરજિયાત નથી, પરંતુ પોલીસ અધિકારીઓ, સમાજિક કાર્યકરો, ટીચિંગ સ્ટાફ અને આસિસ્ટન્ટ્સ, મેનેજરો અને ગ્રાહકો સાથે સીધી વાતચીતની ભૂમિકા ધરાવતા તમામ ક્ષેત્રના જાહેર કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

હવે સરકારી નોકરી માટે અંગ્રેજ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.