ચમોસ પાટીદાર સમાજનો ૯૬મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ માતૃસંસ્થાનો ૯૬મો સમૂહ લગ્નોત્સવ તાજેતરમાં યોજાયો હતો.
આણંદઃ શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ માતૃસંસ્થાનો ૯૬મો સમૂહ લગ્નોત્સવ તાજેતરમાં યોજાયો હતો. જોગીદાસ પાટીદાર સમાજ વસોના સૌજન્યથી પ્રમુખસ્વામી સાંસ્કૃતિક કેન્દ્ર સમાજવાડી, પીપલગ ખાતે ૩ મેએ આ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં ૧૧ નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
આ પ્રસંગે નવદંપતિઓનો સન્માન સમારોહ માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ એમ. પટેલ (ચકલાસી)ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. માતૃસંસ્થા વતી સમૂહલગ્ન સમિતિના કન્વીનર મહેન્દ્રભાઈ જી. પટેલે સ્વાગત પ્રવચન કરી નવયુગલોને આશીર્વાદ પાઠવીને ૧૦૦મો સમૂહલગ્ન ચાંગા મુકામે યોજાશે તેની જાહેરાત કરી હતી.
વસો ગામના વતની રામભાઈ છોટાભાઈ પટેલ તરફથી રૂ. પાંચ લાખ જ્યારે જોગીદાસ પાટીદાર સમાજ, વસો તરફથી રૂ. ૧,૧૧,૧૧૧નો ચેક ચારુસેટ હોસ્પિટલને દાન સ્વરૂપે અપાયો હતો.

