ચીનમાં ૫૭ માળની ઇમારત ૧૯ દિવસમાં તૈયાર

ચીનમાં ૫૭ માળની ઇમારત ૧૯ દિવસમાં તૈયાર

બેઇજિંગઃ એક બહુમાળી ઈમારત બનાવવા માટે વર્ષો લાગી જાય, પણ ચીનનાં હુનાન પ્રાંતમાં એન્જિનિયરિંગે કમાલ કરી છે. ૫૭ માળની ઈમારત માત્ર ૧૯ દિવસમાં જ પુરી કરી દેખાડી છે. આ ઇમારત બનાવનાર કંપનીનો દાવો છે કે હવે તેઓનું નામ દુનિયાની સૌથી ઝડપી બિલ્ડીંગ બાંધનાર બિલ્ડરમાં સામેલ થઈ ગયું છે.

ચાંગશામાં બનેલી આ ઈમારતમાં દરરોજ ત્રણ માળનું બાંધકામ કરાતું હતું. તેનાં માટે ૧૫ હજારથી વધારે ટ્રકોમાં સામાન મંગાવાયો હતો. ઈકોફ્રેન્ડલી આ ઈમારત તૈયાર કરવા માટે મોડયુલર ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો. આ કંપની આટલાથી અટકવા નથી માંગતી. હવે આ કંપનીનો ઈરાદો સ્કાઈસ્ક્રેપર બનાવવાનો છે. કંપની ૨૨૦ માળની આ બિલ્ડીંગને ત્રણ મહિનામાં પૂરી કરવા માંગે છે. આ બિલ્ડીંગમાં ૮૦૦ એપાર્ટમેન્ટ ભાડા માટે બન્યા છે અને ૪૦૦૦ લોકો માટે ઓફિસ સ્પેસ પણ છે. કંસ્ટ્રક્શન કંપનીનો દાવો છે કે ઈમારત એકદમ સુરક્ષિત અને ભૂકંપપ્રતિરોધક છે.

ચીનમાં ૫૭ માળની ઇમારત ૧૯ દિવસમાં તૈયાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.