જોનાથાન ટ્રોટની ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા

લંડનઃ ઇંગ્લેન્ડના બેટ્સમેન જોનાથાન ટ્રોટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે ૧-૧થી ડ્રો થયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાનને ટ્રોટને રન બનાવવા માટે ઝઝૂમવું પડ્યું હતું અને તે ઇનિંગ્સમાં માત્ર ૭૨ રન બનાવી શક્યો હતો. આમાં પણ ત્રણ વખત તો તે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. 

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા યાદીમાં ટ્રોટને ટાંકીને જણાવાયું હતું કે આ કપરો નિર્ણય છે, પરંતુ મને લાગે છે કે મારી રમતનું સ્તર ઇંગ્લેન્ડ તરફથી રમવા જેવું રહ્યું નથી. મને પુનરાગમન અને ફરીથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાની તક મળી તેનો મને આનંદ છે, પરંતુ હું સફળ રહ્યો નથી તેનાથી હું નિરાશ છું.
અલબત્ત, ૩૪ વર્ષીય ટ્રોટ ઇંગ્લેન્ડમાં પોતાની કાઉન્ટી વોરવિકશાયર તરફથી રમવાનું ચાલુ રાખશે. તેણે જણાવ્યું હતું કે હું ક્લબ તરફથી મારી કારકિર્દી જારી રાખવા માટે ઉત્સુક છું અને આશા રાખું છું કે ટીમને વધારે ટ્રોફી જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન આપીશ. ટ્રોટે પોતાની કારકિર્દી દરમિયાન ઇંગ્લેન્ડ તરફથી ૫૨ ટેસ્ટ, ૬૮ વન-ડે તથા સાત ટ્વેન્ટી-૨૦ મેચ રમી છે. સાઉથ આફ્રિકામાં જન્મેલા બેટ્સમેને નવ સદી સાથે ૪૪.૦૮ની સરેરાશથી ૩૮૩૫ રન બનાવ્યા હતા.

જોનાથાન ટ્રોટની ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.