હળવી ક્ષણોએ...

દર્દીએ ડોક્ટરને કહ્યુંઃ સાહેબ, મારી ઉંમર વધી જાય એનો કોઈ ઉપાય બતાવો?
ડોક્ટરઃ એક કામ કર. લગ્ન કરી લે.
દર્દીઃ પણ એનાથી ઉંમર વધી જાય ખરી?
ડોક્ટરઃ ના, પણ બે ફાયદા જરૂર થશે. લાંબુ જીવવાની ઈચ્છા પૂરી થઈ જશે અને બીજું, જિંદગી લાંબી લાગવા માંડશે.

સંતા (ડોક્ટરને)ઃ સાહેબ, હું મારી વાઈફની યાદદાસ્તથી ખૂબ જ હેરાન થઈ ગયો છું. એનો કોઈ ઉપાય બતાવો.
ડોક્ટરઃ શું થયું? શું એ બધું ભૂલી જાય છે?
સંતાઃ ના ડોક્ટર, એ જ તો મુસીબત છે કે એ કશું ભૂલતી જ નથી.

આપણી અંદર રહેલું પ્રાણી અમુક વખત પછી બહાર આવે છે. જેવા લગ્ન થાય તરત ખબર પડી જાય છે આપણે કોણ છીએ સિંહ કે ઉંદર?

પત્નીઃ તમે બહુ ભોળા છો. તમને તો કોઈ પણ છેતરી શકે એમ છે.
પતિઃ હા, સાચી વાત છે. શરૂઆત તારા પપ્પાએ કરી હતી.

મનોચિકિત્સકે દુબેજીને પૂછ્યુંઃ તમને શું તકલીફ છે?
દુબેજીઃ મને કોઈ તકલીફ નથી. હું તો બાદશાહ અકબર છું. અને બાદશાહને શું તકલીફ હોય. તકલીફ તો મારી બેગમ જોધાબાઈને છે. તે પોતાની જાતને જોધાબાઈને બદલે મિસિસ દુબે સમજે છે.

એક છોકરાને એની મમ્મીએ બહુ માર્યો. છોકરો રડતો રડતો તેના પપ્પા પાસે જઈને બોલ્યોઃ તમે કદી પાકિસ્તાન કે અફઘાનિસ્તાન ગયા હતા?
પપ્પાઃ ના, બેટા. હું તો કદી નથી ગયો.
છોકરોઃ તો પછી આ ત્રાસવાદી ક્યાંથી ઉપાડી લાવ્યા છો?

સંતા નવો નવો ફાયર બ્રિગેડમાં નોકરીએ લાગ્યો. નવી નોકરી હતી એટલે પૂરી નિષ્ઠાથી કામ કરતો હતો.
એવામાં એક ઈમર્જન્સી કોલ આવ્યો. ફોન પર મહિલા ડરેલી હતી.
મહિલાઃ સાહેબ, અમારા ઘરમાં આગ લાગી છે, તમે જલ્દી આવો.
સંતાઃ શું વાત કરો છો? જલ્દી પાણી નાંખો.
મહિલાઃ પાણી નાંખ્યું, પણ આગ નથી બુઝાતી.
ચંગુઃ અચ્છા, તો પછી અમે પણ આવીને શું કરીશું? અમે પણ પાણી જ નાંખવાના છીએ.

રીટાઃ તમને મારામાં શું વધારે ગમ્યું?
મારો સુંદર ચહેરો કે મારું દિમાગ?
ચિંટુઃ (પગ તરફ જોઈને હસતાં-હસતાં)ઃ તારી મજાક કરવાની ટેવ.

બે છોકરાઓ વાતો કરી રહ્યા હતા.
પહેલોઃ આ જિંદગીમાં મેં બહુ ચડાવ-ઉતાર જોયાં છે.
બીજોઃ કેમ ભાઈ? એવું કઈ રીતે?
પહેલોઃ હું મોલમાં લિફ્ટ ચલાવું છું એટલે.

રમેશ એક લાંબી પાઈપમાં સિગારેટ ભરાવીને પીતો હતો.
સુરેશઃ આટલી લાંબી પાઈપમાં સિગારેટ કેમ ભરાવીને પીવે છે?
રમેશઃ અરે યાર, ડોક્ટરે તમાકુથી દૂર રહેવા કહ્યું છે એટલે.

આજકાલ મા-બાપને બસ બે જ ચિંતા હોય છે.
ઈન્ટરનેટ પર એમનો દીકરો શું ડાઉનલોડ કરે છે અને દીકરી શું અપલોડ કરે છે તે!

સંતા દરિયાકિનારે બેઠો બેઠો તેમાં દહીં નાખતો હતો.
બંતાઃ શું કરે છે?
સંતાઃ લસ્સી બનાવું છું.
બંતાઃ તારી આવી હરકતોથી જ લોકો આપણી ઉપર હસે છે. હવે આટલી બધી લસ્સી પીશે કોણ?

હળવી ક્ષણોએ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.