UNમાં ભારતને કાયમી સભ્યપદ આપોઃ ગુયાના
ગાંધીનગરઃ આફ્રિકન દેશ ગુયાના વિસ્તારની દૃષ્ટિએ પ્રમાણમાં નાનો દેશ છે. વિકાસદર અને ખનીજ દ્રવ્યોથી આર્થિક સમૃદ્ધિથી આગળ વધી રહેલા ગુયાનામાં સૌથી વધારે ભારતીય મૂળના લોકો રહે છે. ત્રીજી-ચોથી પેઢીના ભારતીયો ગુયાનામાં અનેક મોરચે નેતૃત્વ કરે છે.
પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુનાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ આર રામોતરે યુનાઇટેડ નેશન્સની સુરક્ષા સમિતિમાં ભારતને કાયમી સભ્યપદ આપવાની વૈશ્વિક સ્તરે થયેલી માગણીમાં પોતાના રાષ્ટ્રનું ખુલ્લુ સમર્થન જાહેર કર્યું હતું.
