અખિલેશ યાદવે ગુજરાતની મુલાકાત ટાળી

ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાયેલા પ્રવાસી ભારતીય દિનની ઉજવણી પહેલાં અમદાવાદમાં મોટા બેનર્સ અને પોસ્ટર લગાવીને પ્રવાસી ભારતીયોને ઉત્તર પ્રદેશમાં મૂડીરોકાણ કરવાનું આમંત્રણ આપનારા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેષ યાદવનો ઘાટ ‘ગાજ્યા એટલા વરસ્યા નહીં’ જેવો થયો હતો. 

ગુજરાત આવીને માર્કેટિંગ કરવાનું એલાન કરનારા યાદવે ૯ જાન્યુઆરીએ ખરાબ હવામાનનું બહાનું આગળ ધરીને ગુજરાત આવવાનું ટાળ્યું હતું. ગુજરાતના ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગોને આવકારવા ઉત્તર પ્રદેશ સરકાર જમીન, નાણાંકીય રાહત અને વીજળી સહિતના લાભ આપવા તૈયાર હોવાનું ઉત્તર પ્રદેશના સ્કીલ ડેવલપમેન્ટ પ્રધાન અભિષેક મિશ્રાએ જણાવ્યું છે. બપોરે ૧૨ વાગ્યા સુધી યાદવના આવવાના કોઈ સંકેતો ન જણાતા  અભિષેક મિશ્રાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે, અખિલેશ યાદવ ગુજરાત આવવા તત્પર છે પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું પ્લેન ટેઇકઓફ કરી શકે તેમ નથી. જોકે  દિલ્હીથી કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ અને અન્ય ૧૦ રાજ્યોના મુખ્ય પ્રધાનો વિમાન માર્ગે જ ગુજરાત આવ્યા હતા.

અખિલેશ યાદવે ગુજરાતની મુલાકાત ટાળી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.