કૃત્રિમ બોનમેરો બનાવવામાં જર્મન વૈજ્ઞાનિકો સફળ

બર્લિનઃ જર્મન વૈજ્ઞાનિકોએ કૃત્રિમ પ્રોટોટાઇપ બોનમેરો વિકસાવી છે જે થોડાં વર્ષમાં બ્લડ કેન્સરની(લ્યુકેમિયા) સારવાર વધુ સરળ બનાવશે, એવું કાર્લસુબ્રહ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી(કેઆઇટી)એ તાજેતરમાં જાહેર કર્યું હતું. 

કેઆઇટી, મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટયૂટ ફોર ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ, સ્ટુતાગાર્ટ અને યુનિવર્સિટી ઓફ ટયુબિન્જેનના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં કુદરતી બોનમેરોના પાયાના ગુણધર્મો કૃત્રિમ રીતે તૈયાર કર્યા છે. હિમેટોપોએટિક સ્ટેમ સેલ્સ રક્તકણો કે ઇમ્મુયન સેલ્સનું સ્થાન લઇ શકે છે કે જેથી તેનો બ્લડ કેન્સરની સારવાર માટે ઉપયોગમાં થઇ શકે છે, જે રીતે મેચ થતા દાતાના સ્વસ્થ હિમેટોપોએટિક સ્ટેમ સેલ્સ રોગિષ્ટ સેલ્સનું સ્થાન લે છે એ રીતે આ કૃત્રિમ સેલ્સનું સ્થાન લઇ શકશે.
જોકે, અત્યારે બ્લડ કેન્સરના પ્રત્યેક દર્દીને મેચ થાય એવા ડોનર મળતા નથી તેથી સમસ્યાનો ઉકેલ હિમેટોપ્રોયેટિક સ્ટેમ સેલ્સ વધારવાનો છે. હિમેટોપોયેટિક સ્ટેમ સેલ્સ તેમના કુદરતી વાતાવરણમાં પોતાની ગુણવત્તા જાળવી રાખે અને તેથી વૈજ્ઞાનિકોએ બોનમેરોમાં સ્ટેમ સેલને મેચ થતું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. આ ધ્યેય હાંસલ કરવા જર્મન વૈજ્ઞાનિકોએ હિમેપોએટિક બોનમેરોમાં સ્પંજી બોનને મળતું આવતું છિદ્રાળુ સ્ટ્રકચર સિન્થેટિક પોલિમર સાથે તૈયાર કર્યું છે.
કૃત્રિમ બોનમેરોમાં સંશોધકોએ ગર્ભનાળમાંથી અલાયદા હિમેપોએટિક સ્ટેમ સેલ્સ તૈયાર કરીને તેનું ઘણા દિવસો સુધી સંવર્ધન કર્યું હતું. જુદી જુદી પદ્ધતિઓના આધારે કરાયેલા વિશ્લેષણ પરથી જાહેર થયું છે કે સેલ્સ વાસ્તવમાં નવા વિકસિત બોનમેરોમાં વિકસે છે.

કૃત્રિમ બોનમેરો બનાવવામાં જર્મન વૈજ્ઞાનિકો સફળ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.