ગુજરાતના મુસ્લિમો સૌથી વધુ સમૃદ્ધ
ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત શહેરી વિકાસ પર યોજાયેલા સેમિનારમાં ભાગ લેતાં શહેરી વિકાસ પ્રધાન વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે લોકો આક્ષેપ કરે છે કે ભાજપ કોઈ એક ચોક્કસ વર્ગ માટે જ કામ કરે છે.
પરંતુ ગુજરાતના મુસ્લિમોની માથાદીઠ આવક દેશના અન્ય રાજ્યોના મુસ્લિમ કરતાં વધુ છે. દેશમાં અત્યારે દરેક મુદ્દા પર વડા પ્રધાન બોલે તેવું લોકો કહે છે. પરંતુ તેમને અનેક કામ હોય છે. તેમને દરેક મુદ્દા પર જવાબ આપવાનો સમય નથી હોતો. અમારી સરકાર વિકાસ માટે કટિબદ્ધ છે. અમારો એક જ એજન્ડા છે અને તે વિકાસના કામોનો છે.
