ગુજરાતને સ્માર્ટ ઇકોનોમી અને સ્માર્ટ સ્ટેટ બનાવાશે

ગાંધીનગરઃ ગુજરાતને આગામી વર્ષોમાં સ્માર્ટ સ્ટેટ બનાવવાનો નિર્ધાર કર્યો હોવાની જાહેરાત ગત સપ્તાહે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કરી હતી. શ્રમિકોના કલ્યાણ માટે સ્માર્ટ સ્કીમ તૈયાર કરવામાં આવી રહી છે. બાંધકામના ક્ષેત્રના મજૂરો, સુથાર, માળી અને દરજીના રજિસ્ટ્રેશન કરાશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોને સંગઠિત કરાશે. તેમને શ્રમજીવી તરીકેની ઓળખ ઊભી કરવા યુ-વીન રજિસ્ટ્રેશન નંબર અપાશે.

અમૃતમ યોજના(મા) હેઠળ હવે અમે વાર્ષિક રૂ. ૧.૨૦ની આવક ધરાવનારાઓને હેલ્થ ઇન્સ્યોરન્સ આપીશું. તેઓ રૂ. ૨ લાખ સુધીની તબીબી સારવાર મફતમાં મેળવી શકશે. મધ્યમવર્ગની મહિલાઓ અને તેમના ૨૧ વર્ષ સુધીના સંતાનોને પણ તેનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.
આર્થિક રીતે નબળા પરિવારના લોકોને વાજબી ભાવે રહેવાના પાકા મકાનો ઉપલબ્ધ કરાવવાનો નિર્ધાર કર્યો છે. ગુજરાતને આગામી ત્રણ વર્ષમાં ૧૦૦ ટકા શૌચાલયની સુવિધાવાળું રાજ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે. આ રીતે વડા પ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનમાં ગુજરાત મોટું યોગદાન આપશે.
ગુજરાતના અર્થતંત્રને કૃષિ અને ઉદ્યોગ નિર્ભર અર્થતંત્ર બનાવીને સમતોલ વિકાસની દિશામાં આગળ લઈ જવાશે. ઉદ્યોગ ને કૃષિ ઉપરાંત સર્વિસ સેક્ટરના વિકાસને પણ મહત્તા અપાશે. ગુજરાતમાં ઔદ્યોગિક અશાંતિ ન પેદા થાય તેની તકેદારી લેવાશે.
ગુજરાતે વીજળી, રોડ, પાણી જેવી પાયાની સુવિધાઓ સંગીન બનાવી છે. હવે તેનો લાભ લેવા નવી ઉદ્યોગનીતિ, ઇલેક્ટ્રોનિક નીતિ અને ઇન્ફોર્મેશન પોલીસી તૈયાર કરાશે. ગાંધીનગરમાં ફાઈનાન્સ સર્વિસ માટે ગિફ્ટ સિટીનું નિર્માણ કર્યું છે. ધોલેરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજ્યન તૈયાર કરાશે. ઉપરાંત મેટ્રો રેલ અને હાઈસ્પીડ ટ્રેનના પ્રોજેક્ટથી વિકાસની ગતિને વેગ આપવાનો નિર્ધાર કર્યો છે. ગુજરાતને પેટ્રોલિયમ પ્રોડક્ટનું હબ અને ઓટો પ્રોડક્ટનું હબ બનાવ્યા પછી ડિફેન્સનું તથા શિપબિલ્ડિંગનું હબ બનાવવાનો ઇરાદો છે. રવી કૃષિ મહોત્સવ ચાલુ કરીને તથા જળ સિંચના કાર્યક્રમો કરીને ગુજરાતના કૃષિ વિકાસને વધુ સંગીન બનાવાશે.
આમ, સ્માર્ટ ગવર્નન્સથી ગુજરાતને સ્માર્ટ સ્ટેટ બનાવવાની નેમ છે. દરેક ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. ગામડાં ને તાલુકા સુધી દરેક સેવાઓ પહોંચાડવા માટે સ્માર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે.
સ્માર્ટ એનર્જીથી સ્માર્ટ સ્ટેટ સુધી પહોંચવાનો ઇરાદો છે. ગુજરાતના દરેક ગામ સુધી વીજળી આપવા ઉપરાંત સોલાર પાવરને પ્રાધાન્ય આપવામાં આવ્યુ ંછે. પવન ઉર્જા પેદા કરવામાં પણ ગુજરાત બીજા ક્રમે છે. છેલ્લે સ્માર્ટ હ્યુમન પાવર તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ માટે સ્પેશિયાલાઈઝ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવશે.

ગુજરાતને સ્માર્ટ ઇકોનોમી અને
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.