ટ્રાન્સલેશન એપ્લિકેશનથી રંગમાં ભંગ પડ્યો

લંડનઃ આજકાલ લોકોને મોબાઈલ એપ્સ કે એપ્લિકેશન્સનું વળગણ લાગ્યું છે, પરંતુ જ્યારે ખોટી જગ્યા અને ખોટી રીતે આવા એપ્સનો ઉપયોગ થાય ત્યારે ભોપાળું બહાર આવી જાય છે. પતિ અવતારસિંહ અને ઝેક પત્નીના લગ્ન બનાવટી હોવાનું પુરવાર કરવામાં તેમના મોબાઈલની ટ્રાન્સલેસન એપ્સ સહાયક બની હતી. ઈમિગ્રેશન સત્તાવાળાએ લગ્નના એક વર્ષ પછી ૩૮ વર્ષના અવતારસિંહના નિવાસે દરોડો પાડ્યો
ત્યારે અવતાર અને તેની ઝેક પત્ની ફોન ટ્રાન્સલેશન એપ્સની સહાયથી વાતચીત કરતા નજરે પડ્યા હતા.

જોકે, શ્રોપશાયરની રજિસ્ટ્રીમાં તેમના લગ્ન આરંભથી જ શંકાસ્પદ બની રહ્યા હતા. આ લગ્ન વિશે રજિસ્ટ્રાર પોલ એઈન્સકોફે કહ્યું હતું કે નવવધૂના પોશાકની કિનાર ધૂળથી રગદોળાયેલી હતી. તેણે પ્રસંગનું મહત્ત્વ સમજ્યા વિના જ આ પોશાક પહેર્યો હોય તેમ લાગતું હતું. રજિસ્ટ્રીના કર્મચારીઓએ ઈમિગ્રેશન સત્તાવાળાઓને તેમની શંકાથી માહિતગાર કર્યા હતા.
અવતારસિંહ ખુદ તો પરીણિત છે, પરંતુ બ્રિટનમાં રહેવા માટે ઈયુ નાગરિક સાથે લગ્ન કરવા જરૂરી હતા. તેણે રહસ્યમયી પૂર્વ યુરોપિયન ઝેક સ્ત્રી સાથે લગ્ન કરવા ફિક્સર રોબર્ટ મિકોને ભારે રકમ ચુકવી હતી. અવતારસિંહ જેવા લોકોને ઝેક પત્નીઓ પૂરી પાડી મિકો હજારો પાઉન્ડ ખિસ્સાભેગાં કરે છે.
આવી જ હાલત હમીદ મુસ્તાકના પાવલિના ક્રાત્કા સાથેના લગ્નની છે. તેમના લગ્ન ભલે બનાવટી હતા, પરંતુ તેઓ લગ્ન પછી એકબીજાને સાચો પ્રેમ કરતા થઈ ગયા હતા. લગ્નના એક વર્ષ પછી ઈમિગ્રેશન સત્તાવાળાએ તેમને ઝડપી લીધાં હતાં.

ટ્રાન્સલેશન એપ્લિકેશનથી રંગમાં ભંગ પડ્યો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.