દિલ્હીમાં ૭ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાશે

નવી દિલ્હી: દિલ્હીમાં ૭ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાશે. સોમવારે ચૂંટણી પંચે આ અંગેની જાહેરાત કરી છે. ૧૦ ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામ જાહેર થશે. ચૂંટણી પંચે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા ૧૫ જાન્યુઆરી પહેલા પૂરી થવી જરૂરી હતી, કેમકે આ દિવસે રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત પૂરી થઈ રહી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર વી. એસ. સંપતના જણાવ્યા મુજબ દિલ્હીમાં એક કરોડ ૩૦ લાખ મતદારો છે. ચૂંટણી અંગેનું જાહેરનામુ ૧૪ જાન્યુઆરીએ બહાર પડશે. જ્યારે ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ ૨૧ જાન્યુઆરી છે, જ્યારે પત્રકની ચકાસણી ૨૨ જાન્યુઆરીએ થશે. નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૨૪ જાન્યુઆરી છે.ચૂંટણીનો કાર્યક્રમ એ રીતે રખાયો છે કે, આખી પ્રક્રિયા બાળકોની પરીક્ષાઓ શરૂ થતાં પહેલાં પૂર્ણ થઈ જાય. સીબીએસઈની પરીક્ષા ૨ માર્ચથી શરૂ થઈ રહી છે.
રાજ્ય ચૂંટણી પંચ માટે રાહતની વાત એ છે કે, દેશમાં હાલમાં બીજા કોઈ રાજ્યમાં ચૂંટણી નથી. જેથી વોટિંગ દરમિયાન અર્ધસૈનિક દળોની ઉપલબ્ધતાને લઈને કોઈ મુશ્કેલી નહીં રહે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૩માં દિલ્હીમાં થયેલી ચૂંટણીઓમાં કોઈ પાર્ટીને બહુમતી મળી ન હતી.
કોંગ્રેસના ટેકાથી અરવિંદ કેજરીવાલે રાજ્યામાં
સરકાર બનાવી હતી. જોકે, ૪૯ દિવસ પછી જ કેજરીવાલે ફેબ્રુઆરી ૨૦૧૪માં રાજીનામું આપી દીધું હતું.

દિલ્હીમાં ૭ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.