ધમકી ભીંડી

ધમકી ભીંડી...

આ સપ્તાહની લિજ્જતદાર વાનગી

સામગ્રીઃ ભીંડા - ૨૫૦ ગ્રામ વચ્ચેથી ઊભા ચીરા કરેલા • એક કપ તાજું દહીં • એક ટેબલસ્પૂન લાલ મરચું • એક ટેબલસ્પૂન હળદર • એક ટેબલસ્પૂન ગરમ મસાલો • બે ટેબલસ્પૂન આદું, લસણ અને મરચાંની પેસ્ટ • ત્રણથી ચાર ટેબલસ્પૂન ઑઇલ • એક ટેબલસ્પૂન ઘી અથવા તેલ.
સ્ટફિંગ માટેઃ ૨ કાંદા બારીક સમારેલા • એક ટીસ્પૂન ગરમ મસાલો • એક ટેબલસ્પૂન ધાણાજીરું • મીઠું સ્વાદ પ્રમાણે

રીતઃ ભીંડાની ઊભી ચીર કરો. હવે એક બાઉલમાં બારીક સમારેલા કાંદા, ગરમ મસાલો, ધાણાજીરું અને મીઠું મિક્સ કરીને સ્ટફિંગની સામગ્રી તૈયાર કરી દો. આ સ્ટફિંગને ઊભા ચીરેલા ભીંડામાં ભરી દો. હવે એક બાઉલમાં આ સ્ટફિંગ કરેલા ભીંડા મૂકો. તેમાં દહીં, મીઠું, લાલ મરચું, આદું-લસણ-મરચાંની પેસ્ટ બધું ઉમેરી દો. એક પેનમાં ત્રણથી ચાર ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે આ બાઉલમાં તૈયાર કરેલી સામગ્રી ઉમેરી દો. હળદર નાખીને પાંચથી સાત મિનિટ સુધી ભીંડાને ચઢવા દો. હવે એમાં ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરીને ફરી બેથી ત્રણ મિનિટ રાંધો. હવે ગરમ ઘી કે થોડુંક તેલ નાખી ઢાંકણ ઢાંકીને પાંચેક મિનિટ પકાવો અને ગરમ-ગરમ રોટલી સાથે સર્વ કરો.

ધમકી ભીંડી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.