નિવૃત્તિમાં પેન્શન્સનું વેચાણ કરોઃ સ્ટીવ વેબ
લંડનઃ પેન્શન્સ મિનિસ્ટર સ્ટીવ વેબ પાંચ મિલિયન વર્તમાન પેન્શનરોને પણ તેમની એન્યુઈટીઝને વેચી રોકડમાં ફેરવવાની તક આપવા ઈચ્છે છે. એન્યુઈટી નિયમોમાં મહત્ત્વના ફેરફારમાં દર વર્ષે નિશ્ચિત આવકના બદલે બેન્ક એકાઉન્ટમાં એકસાથે ઉચ્ચક રકમ મેળવી શકે તેવી દરખાસ્તથી ભાવિ પેન્શનરોને લાભ થશે.
જોકે, જેઓ નિવૃત્ત થઈ ગયા છે અને પેન્શન મેળવી રહ્યાં છે તેઓ મૃત્યુ પામે ત્યાં સુધી પેન્શનનો અધિકાર ધરાવતા હોવાથી આશરે પાંચ મિલિયન વર્તમાન પેન્શનરોને આ સુધારાનો લાભ મળે તેમ નથી. જોકે, પેન્શન્સ મિનિસ્ટર આ સ્થિતિ બદલવા માગે છે. વર્તમાન પેન્શનરો પણ એન્યુઈટીઝ નામે ઓળખાતી આજીવન વાર્ષિક આવકને નિવૃત્તિ પછી કોઈ પણ સમયે વેચી શકે તેવી વ્યવસ્થા લાવવા માગે છે.
