પયગમ્બરની જન્મજયંતીએ ગુલાબના ફુલ વહેંચાયા

લેસ્ટરઃ પયગમ્બર મુહમ્મદની જન્મજયંતી નિમિત્તે લેસ્ટર સિટી સેન્ટરમાં આયોજિત કાર્યક્રમ પછી નક્શબંદી અર્શાદી યુવા સંગઠન દ્વારા શુભેચ્છા અને સંવાદિતાની ચેષ્ટા તરીકે નાગરિકોને ગુલાબના ફુલ અપાયા હતા.
નક્શબંદી અર્શાદી સંગઠનના યુવા સભ્યો ગુલાબના ૩૫૦ ફુલના વિતરણ માટે એકત્ર થયા હતા. પયગમ્બરની જન્મજયંતીની ઉજવણી તેમ જ ઈસ્લામ વિશે મીડિયામાં નકારાત્મક છબીને પડકારના ભાગરૂપે શહેરમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. એસોસિયેશનના સભ્ય એહસાન અહમદે જણાવ્યું હતું કે અમે શાંતિ અને પ્રેમ તેમ જ આપણી કોમ્યુનિટી વચ્ચે પૂલ નિર્માણની ઈસ્લામની સાચી લાક્ષણિકતાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. ગુલાબ પ્રેમ, કરુણા અને શાંતિનું આંતરરાષ્ટ્રીય પ્રતીક છે. લોકોને પણ ગુલાબ વિતરણનો આ વિચાર ગમ્યો હતો.
