પાંચ લાખ પાઉન્ડનું વેટકૌભાંડ પકડાયું
લેસ્ટરઃ વસ્ત્રઉદ્યોગ સાથે સંકળાયેલા બિઝનેસમેન અને સ્વિથલેન્ડ લેન, રોથલીના ૫૧ વર્ષીય રહેવાસી બુલવિન્દરસિંહ સાંધુએ કુલ £૫૦૦,૦૦૦ના વેટકૌભાંડની કબૂલાત કરી છે.
છેતરપીંડીના ઈરાદાથી તેણે જાન્યુઆરી ૨૦૧૦થી જાન્યુઆરી ૨૦૧૧ના ગાળામાં વેટ રીપેમેન્ટના ખોટાં રીટર્ન્સ રજૂ કર્યાં હતાં. જજ માઈકલ ફાઉલરે પ્રી-સેન્ટન્સ રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ કર્યો હતો. જામીન પર મુક્ત કરાયેલા સાંધુને માર્ચ ૧૬મીએ સજા જાહેર કરવા સુધી કેસ મુલતવી રખાયો છે.
