પાતળાં થવા કેપ્સિકમ ફાયદાકારક

મરચાંની તીખાશમાં રહેલાં ખાસ પ્રકારનાં કેમિકલ્સ શરીરની વધારાની ચરબી ઓગાળવામાં મદદરૂપ છે એવું આ પહેલાં ઘણા સંશોધનોમાં કહેવાયું છે.
બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે તીખાં ન હોય એવાં કલરફૂલ કેપ્સિકમમાં પણ ચરબી ઘટાડવાની ક્ષમતા છે. એમાં ડાઈહાઈડ્રોકેપ્સિએટ (ડીસીટી) નામનું તત્ત્વ રહેલું છે, જે ખાસ કરીને કમર પર જમા થતી વધારાની ચરબીને ઓગાળે છે.
