પાર્લામેન્ટ બિલ્ડિંગ પણ ચોરીમુક્ત નથી!

પાર્લામેન્ટ બિલ્ડિંગ પણ ચોરી

લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટ બિલ્ડિંગ પણ ચોરીથી મુક્ત રહ્યું નથી. છેક ૨૦૧૦થી અત્યાર સુધી £૯૦,૦૦૦ના મૂલ્યની ચીજવસ્તુની ચોરીઓ થઈ છે. પાર્લામેન્ટમાં ૩૬૫ દિવસ તૈનાત લશ્કરી સુરક્ષા જવાનો અને સ્નીફર ડોગ્સની હાજરી છતાં ચોરાયેલાં આ માલસામાનમાં આઈપેડ્સ, લેપટોપ્સ અને કેમેરા જેવી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ ઉપરાંત, રોલેક્સ ઘડિયાળો, શેમ્પેઈનનો સમાવેશ થાય છે. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ બિલ્ડિંગમાં પણ સાત વર્ષના ગાળામાં £૭ મિલિયનથી વધુ કિંમતની ચીજવસ્તુઓ ચોરાઈ છે.

હાઉસ ઓફ કોમન્સના દસ્તાવેજમાં જણાવ્યા અનુસાર મોંઘા ઈલેક્ટ્રોનિક્સ સાધનોની નિયમિતપણે કરાતી ચોરીઓ ઉપરાંત, ટેડી બેર, બિયર કાસ્ક્સ, શેમ્પેન બોટલ, પેડલ બાઈક્સ, મિન્ટના છ બોક્સ, ગોઠવેલા ફૂલો અને દાંતના ચોકઠાં જેવી વિચિત્ર ચોરીના રિપોર્ટ પણ સાંસદો અને તેમના તેમના સ્ટાફ દ્વારા કરાયા છે.

વર્ષ ૨૦૧૩માં £૪,૨૦૦ના મૂલ્યની વસ્તુઓ લાપતા થવાની સરખામણીએ ૨૦૧૪માં આશરે £૧૧,૫૦૦ના મૂલ્યની વસ્તુઓ ચોરાઈ હોવાનું સત્તાવાર દસ્તાવેજો જણાવે છે. રોકડ £૯૦૦, £૪૫૦ની છરીઓ અને £૧,૭૦૦ના મૂલ્યની ચોલેક્સ ઘડિયાળ પણ ચોરાઈ હતી. વર્ષ ૨૦૧૨માં £૧૭,૫૦૦ના મૂલ્યની વસ્તુઓ ચોરાઈ હતી, જ્યારે ૨૦૧૧માં £૪૩,૬૦૦ના મૂલ્યના લેપટોપ્સ, આઈપેડ્સ અને અન્ય સાધનો ચોરાયા હતા. ગઠબંધન સરકારના પ્રથમ વર્ષ ૨૦૧૦માં ચોરાયેલા સાધનોનું મૂલ્ય £૧૦,૫૦૦ હતું.

લેબર પાર્ટીના ૮૨ વર્ષના વરિષ્ઠ સાંસદ ડેનિસ સ્કિનરની ૧૮ ગીઅરની હાઈબ્રીડ બાઈક પોલીસ બોક્સથી માત્ર ૨૦ યાર્ડના અંતરે પાર્ક કરાઈ હોવા છતાં ચોરાઈ ગઈ હતી. સાંસદ સ્કિનર આ બાઈકનો ઉપયોગ હાઈડ પાર્કમાં સાઈકલિંગ કસરત કરવા કરતા હતા.

આ ઉપરાંત, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ બિલ્ડિંગમાં પણ ગત સાત વર્ષ દરમિયાન £૭ મિલિયનથી વધુ કિંમતની ચીજવસ્તુઓ ચોરાઈ છે. ગયા વર્ષે ૧૦૦ બેયોનેટ્સ. હજારોની સંખ્યામાં કારતૂસ, બેડફોર્ડ ટ્રક, ઈન્ડસ્ટ્રીઅલ વોશિંગ મશીન, ઈલેક્ટ્રિક કેબલ્સ, કોપર પાઈપિંગ ઉપરાંત, નાઈટ્સબ્રિજમા હાઉસહોલ્ડ કેવેલરી બેરેકમાંથી £૨૫,૦૦૦ની ચાંદીની પ્રતિમા તેમ જ એડિનબરા નજીક રેડફર્ડ કેવેલરી અને ઈન્ફન્ટ્રી બેરેક્સમાંથી £૭,૦૦૦ની કિંમતની ચાંદીની કટલરી પણ ચોરાઈ હતી.

પાર્લામેન્ટ બિલ્ડિંગ પણ ચોરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.