પ્રવાસી દિવસની પોરબંદરમાં કોઈ ઉજવણી નહીં
પોરબંદરઃ મહાત્મા ગાંધીજીને સ્વદેશ પરત ફર્યાને ૧૦૦ વર્ષ થયાની ઉજવણી ગત સપ્તાહે ગાંધીનગરમાં થઇ હતી.
પ્રવાસી ભારતીય દિવસ નામે આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે, પરંતુ ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતે પ્રવાસી દિવસની કોઈ ઉજવણી કરવામાં આવી નથી અને આ સંદર્ભે કોઈ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું નથી. દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ગાંધી જન્મસ્થળની મુલાકાતે આવે છે પરંતુ અહીં જ ભારતીય પ્રવાસી દિવસની ઉજવણીનો કોઈ ઉમંગ જોવા મળતો નથી.
