ફેડરરનો ૧૦૦૦મો વિજય બ્રિસબેનમાં ચેમ્પિયન

બ્રિસબેનઃ સ્વિસ એક્સપ્રેસ તરીકે જાણીતા બનેલા રોજર ફેડરરે વર્ષની શાનદાર શરૂઆત કરીને કારકિર્દીમાં પ્રથમ વખત બ્રિસબેન ઇન્ટરનેશનલ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનું પ્રથમ વખત ટાઇટલ જીતવાની સાથે પોતાના ૧૦૦૦ વિજયની સિદ્ધિ પણ પૂરી કરી હતી.
આ સાથે તેણે કારકિર્દીમાં ૮૩મું ટાઇટલ પણ જીત્યું હતું. ટેનિસ ઇતિહાસમાં માત્ર જીમી કોનર્સ (૧૨૫૩) તથા ઇવાન લેન્ડલ (૧૦૭૧) એક હજાર કરતાં વધારે વિજય હાંસલ કરી ચૂક્યા છે.
