બેપરવા ડ્રાઈવરે કિશોરીને કચડી
બર્મિંગહામઃ બેપરવા મોટરચાલક નસીબ ઈલાહીએ શેફિલ્ડ કાર અકસ્માતમાં ૧૪ વર્ષની તરુણી જસ્મીન ચાનને કચડી નાખી હતી. સ્કૂલગર્લ જસ્મીને આ અકસ્માતમાં તેની મિત્રને ધક્કો મારી બચાવી લીધી હતી, પરંતુ તે ખુદ શિકાર બની ગઈ હતી.
ગયા વર્ષના મે મહિનાની નવમી તારીખે અકસ્માતના છ દિવસ પછી સોલ્ટલીના એશ રોડના નિવાસી નસીબ ઈલાહીની ધરપકડ થઈ હતી અને તેણે ગુનો કબૂલી લીધો હતો. અકસ્માત સમયે ઈલાહીની કારની ઝડપ ગતિમર્યાદા કરતા બમણાથી વધુ હતી.
જૂન મહિનામાં જસ્મીનની અંતિમવિધિમાં હજારો લોકોએ હાજરી આપી હતી. શેફિલ્ડ ક્રાઉન કોર્ટ ૨૭ જાન્યુઆરીએ ઈલાહીને સજા સંભળાવશે.
