બ્રિટને ભાડૂતોના રાષ્ટ્ર તરીકે નામના મેળવી

દાયકાઓ પછી બ્રિટનમાં ઘરમાલિકીનું પ્રમાણ ફ્રાન્સની સરખામણીએ નીચું ગયું છે. મોર્ગેજના ધોરણો વધુ કડક બન્યાં પછી લોકો માટે ઘરખરીદી કરવા ઋણ લેવાનું મુશ્કેલ બન્યું છે અને લોકો ઘર ભાડે લેવાં તરફ વળ્યાં છે.

બીજી તરફ, મકાનમાલિકો દ્વારા બાય-ટુ-લેટ યોજનાને સારો પ્રતિસાદ મળ્યાં પછી મોટા ભાગના લોકો રેન્ટલ સેક્ટર તરફ ધકેલાયા છે. વર્ષ ૨૦૦૦-૨૦૧૨ના ગાળામાં ખાનગી રેન્ટલ સેક્ટરમાં વધારાના ૨.૫ મિલિયન ઘર હતાં, જ્યારે માત્ર ૪૦૦,૦૦૦ ઘર કબજેદાર થવા ખરીદાયાં હતાં.

 પેશન્ટ્સ સાથે રોજ ૧,૦૦૦ એમ્બ્યુલન્સને લાઈન લગાવવાની ફરજ

ડિસેમ્બર મહિનામાં હોસ્પિટલમાં પથારીઓની અછતના કારણે ૧૪,૬૧૦ દર્દીઓને અકસ્માત અને ઈમર્જન્સી વિભાગોમાં પ્રવેશ માટે દર્દીઓને ૧,૦૦૦ જેટલી એમ્બ્યુલન્સીસમાં અડધો કલાકથી વધુ રાહ જોવાની ફરજ પડી હતી. આ પરિસ્થિતિને પહોંચી વળવા શિયાળા માટે વધુ ભંડોળ અપાવા છતાં હાલતમાં સુધારો થયો ન હતો. ઘણી વખત તો હોસ્પિટલમાં વિલંબ થવાના પરિણામે ૯૯૯ કોલ્સનો પ્રતિસાદ આપવા કોઈ એમ્બ્યુલન્સ મોકલી શકાઈ ન હતી.

 બાળસંભાળનો ખર્ચ સાપ્તાહિક વેતનના અડધાથી પણ વધુ

દેશના કેટલાંક ભાગમાં પરિવારોએ ચાઈલ્ડ કેર પાછળ કુલ સાપ્તાહિક વેતનના અડધાથી પણ વધુ ખર્ચ કરવો પડે છે. લંડન અને સાઉથઈસ્ટમાં આ ખર્ચ તેથી પણ વધુ હોય છે. વેસ્ટ લંડનના રિચમોન્ડમાં સાપ્તાહિક ૨૫ કલાક માટે નર્સરી બેઠક માટે સરેરાશ £૨૪૭.૫૦નો ખર્ચ આવે છે, જે સરેરાશ કુલ વેતન £૪૬૦ના ૫૩.૮ ટકા છે. રિચમોન્ડમાં બાળસંભાળનો સરેરાશ ખર્ચ £૨૨૩.૨૩ (સરેરાશ વેતનના ૪૮ ટકાથી વધુ) છે, જ્યારે સિટી ઓફ લંડનમાં આ ખર્ચ £૩૨૫ (સરેરાશ વેતનના ૩૭ ટકા) છે.

પોલીસે જેહાદી માતાના બે બાળકો કબજે લીધા

ત્રાસવાદી કૃત્યોની તૈયારીની શંકાના આધારે પોલીસે લુટન એરપોર્ટ પર ઈસ્તંબુલથી આવેલી એક મહિલાને કસ્ટડીમાં લીધી હતી. સીરિયાથી બ્રિટન પરત ફરતાં શંકાસ્પદ જેહાદીઓને સાંકળતી પ્રથમ પ્રકારની ઘટનામાં ત્રાસવાદવિરોધી અધિકારીઓએ આ મહિલા પાસેથી તેના ૧૦ વર્ષથી ઓછી વયના મનાતા બે બાળકો પણ જપ્ત કરી સંભાળ હેઠળ મૂક્યા હતા. સંખ્યાબંધ બ્રિટિશ જેહાદીઓ ઈસ્લામિક સ્ટેટ નામે ઓળખાતા ત્રાસવાદી સંગઠન સાથે જોડાવા બાળકો સાથે સીરિયા અને ઈરાકની મુસાફરી કરી હતી.

બ્રિટને ભાડૂતોના રાષ્ટ્ર તરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.