યુકેના ૧૫૦ જેહાદી માટે ટેરર એલર્ટ

લંડનઃ સિરિયા અને ઇરાકથી પાછા ફરેલા ૧૫૦થી વધુ યુકે જેહાદીઓ ફ્રાન્સના કાર્ટૂન મેગેઝિન ચાર્લી હેબ્દો અને કોશર સુપર માર્કેટ જેવા હુમલાઓ કરવા સક્ષમ હોવાની ચેતવણી સુરક્ષા એજન્સીના વડાઓએ આપી છે.

બ્રિટનને સાત વર્ષમાં પહેલી વખત ત્રાસવાદી જોખમનું લેવલ વધારવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સુરક્ષા એજન્સીઓના વડાઓએ હુમલાની શક્યતા દર્શાવતા મિનિસ્ટરોએ બોર્ડર સ્ટાફને ગેરકાયદે શસ્ત્રોની શોધ કરવા આદેશ આપી દીધો છે.
વ્હાઈટ હોલના સૂત્રોએ જણાવ્યું છે કે યુકેમાં આઇએસઆઇએસના ૩૦થી વધુ લડવૈયાઓને ગંભીર ધમકીરૂપ ગણીને ચાંપતી નજર હેઠળ મુકી દેવાયા છે. હવે વિસ્તૃત ચકાસણીમાંથી છટકી ગયેલા અને કટ્ટરવાદી મત ધરાવતા વધુ ૧૨૦ ઉગ્રવાદીઓની પુનઃ સમીક્ષા કરવામાં આવશે. આ લોકો નાના પાયા પર અનેક હુમલાઓ કરવાની તાલીમ મેળવી ચૂક્યા હોવાનું કહેવાય છે.
ત્રાસવાદી જૂથની યેમેન શાખા દ્વારા કહેવાયું છે કે ફ્રાન્સ કરતા પણ બ્રિટન ઉચ્્ચ પ્રાથમિકતાનું લક્ષ્ય છે. આના પગલે સાંસદોએ સુરક્ષા સેવાઓને શોધખોળની નવી કડક સત્તા આપવા માગણી કરી છે. લંડન અને યુરો સ્ટારમાં લેન્ડમાર્ક ફ્રેન્ચ સ્થળોએ સશસ્ત્ર પોલીસ પણ ગોઠવી દેવાઈ છે.

યુકેના ૧૫૦ જેહાદી માટે ટેરર એલર્ટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.