યુકેમાં નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરાવવા અભિયાન

લંડનઃ યુકેમાં રહેતા નેપાળી લોકોએ નેપાળમાં હિન્દુ રાષ્ટ્રની પુનઃ સ્થાપના કરવા ઓનલાઈન પીટિશન અભિયાન આરંભ્યું છે. નેપાળ સરકાર અને બંધારણસભાના સભ્યોને સંબોધિત આ વૈશ્વિક પીટિશન અભિયાનમાં નવા બંધારણમાં નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા અનુરોધ કરાયો છે.

અભિયાનકારોએ જણાવ્યું છે કે નેપાળ અતિ પ્રાચીન કાળથી સનાતન હિન્દુ ધર્મને વરેલું રાષ્ટ્ર હોવામાં કોઈ શંકાને સ્થાન નથી. નેપાળનું નામ પણ હિન્દુ સંત ‘ને ’ના નામ પરથી ઉદભવ્યું છે. મેચીથી મહાકાળી અને હિમલથી તેરાઈના વિસ્તારોમાં વસતાં લોકોનાં ૯૪ ટકા ઓમકાર (સનાતન હિન્દુ ધર્મના પૂજક) પરિવારના છે. અહીં વિવિધ ધાર્મિક જૂથોનાં લોકો સદીઓથી સૂમેળપૂર્વક રહે છે. નેપાળને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ માગણી ન હતી કે નવી દિલ્હીમાં રાજકીય પક્ષો વચ્ચે કરાયેલી ૧૨ મુદ્દાની સમજૂતીમાં તેનો કોઈ એજન્ડા પણ ન હતો.

યુકેમાં રહેતા નેપાળી લોકોએ વિશે બેઠકમાં અતિ પ્રાચીન અને ભવ્ય સનાતન હિન્દુ ધર્મની જાળવણી, સુરક્ષા અને પ્રચાર માટે નેપાળમાં ‘હિન્દુ રાષ્ટ્ર’ની પુનઃસ્થાપના કરવા ‘સનાતન હિન્દુ ધર્મ અવેરનેસ કેમ્પેઈન (SHDAC)’નો આરંભ કરવા નિર્ણય લીધો હતો. આ બેઠકમાં યુકેમાં નેપાળી રાજકીય પક્ષોની ભગિની સંસ્થાઓ, બિઝનેસમેન્સ, પ્રોફેશનલ્સ અને અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. યુરોપ, યુએસએ સહિત સમગ્ર વિશ્વમાં વસતાં નેપાળીઓનું સમર્થન હાંસલ કરવા ઓનલાઈન પીટિશન અભિયાન શરૂ કરવા નિર્ણય લેવા સાથે લોકોને http://www.gopetition.com/petitions/declare-nepal-hindu-nation.html લિન્ક દ્વારા પીટિશન પર સહી કરવા અનુરોધ પણ કરાયો છે.

યુકેમાં નેપાળને હિન્દુ રાષ્ટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.