રાંધેલાં ટમેટાં હૃદય માટે લાભકારક

રાંધેલાં ટમેટાં હૃદય માટે લાભકારક

ઈટલીની વેરોના યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે રોજ ૮૦ ગ્રામ ટમેટાંનો સોસ અથવા તો રાંધેલા ટમેટાં ખાવામાં આવે તો એનાથી હૃદયરોગ થવાનું જોખમ ઘટે છે. 

આ સંશોધકો કહે છે કે ટમેટાંને લાલ રંગ આપતું લાયકોપેન નામનું ખાસ પ્રકારનું કમ્પાઉન્ડ રક્તવાહિનીઓની અંદરની ત્વચા કોમળ રાખે છે. રક્તવાહિનીઓ સાંકડી થઈને રક્તભ્રમણમાં અવરોધ પેદા કરતી એથરોસ્કલેરોરિસ નામની સમસ્યા થવાનું રિસ્ક ઘટી જાય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કાચાં લાલ ટમેટાંમાં વધુ સારી માત્રામાં લાયકોપેન હોય છે, પણ ઈટલીના વૈજ્ઞાનિકો કહે છે કે કાચાં કરતાં રાંધેલા ટમેટાંનું આ રસાયણ શરીર માટે વધુ પાચક હોય છે.

રાંધેલાં ટમેટાં હૃદય માટે લાભકારક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.