રાજ્યાશ્રય ઈચ્છુકોની ક્રિમિનલ તપાસ થતી નથી

લંડનઃ ઈમિગ્રેશન પોલિસીમાં છીંડાના કારણે બ્રિટનમાં રાજ્યાશ્રય ઈચ્છનારાને તેમના ક્રિમિનલ ઈતિહાસની તપાસ કર્યા વિના જ દેશમાં પ્રવેશ આપી દેવાય છે.
મિનિસ્ટરોએ સ્વીકાર્યું હતું કે આ લોકોએ તેમના વતનમાં હત્યા, બળાત્કાર કે બાળ યૌનશોષણ સહિતના ગુના આચર્યા છે કે કેમ તેની તપાસ કરાતી નથી કારણ કે જો તેમને વતન પાછાં મોકલી દેવાય તો આવી તપાસના લીધે તેમના પર જુલમની શક્યતા વધતી હોવાનો તેઓ દાવો કરે છે. જોકે, આવી તપાસ ન થતાં તેમને શરણાર્થીનો દરજ્જો આપવાના દાવાને બળ મળતું હોવાનું હોમ ઓફિસ મિનિસ્ટર લોર્ડ બેટ્સે ઉમરાવોને લખેલા પત્રમાં જણાવાયું છે.
