લંડનમાં ગુજરાત રીઅલ એસ્ટેટ ડેસ્ટિનેશન-૨૦૧૫

'સર્વિસીસ ફોર NRI લિમિટેડ' દ્વારા ગુજરાતની પ્રાઈમ પ્રોપર્ટીઝને પ્રદર્શિત કરતા વિશિષ્ટ કાર્યક્રમ ‘ગુજરાત રીઅલ એસ્ટેટ ડેસ્ટિનેશન-૨૦૧૫’નું આયોજન સર્વિસીસ ફોર NRI લિમિટેડ, ગ્રાઉન્ડ ફ્લોર, સર્વન્ટિસ હાઉસ, ૫-૯ હેડસ્ટોન રોડ, હેરો, HA1 1PD ખાતે તા. ૨૪ અને ૨૫ જાન્યુઆરી ૨૦૧૫ (શનિવાર અને રવિવાર)ના દિવસોએ સવારના ૧૦થી સાંજના ૬ દરમિયાન કરવામાં આવ્યું છે.

'સર્વિસીસ ફોર NRI લિમિટેડ' દ્વારા ગુજરાતની પ્રાઈમ પ્રોપર્ટીઝને પ્રદર્શિત કરતા વિશિષ્ટ કાર્યક્રમ ‘ગુજરાત રીઅલ એસ્ટેટ ડેસ્ટિનેશન-૨૦૧૫’નું આયોજન સર્વિસીસ ફોર NRI લિમિટેડ, ગ્રાઉન્ડ ફ્લોર, સર્વન્ટિસ હાઉસ, ૫-૯ હેડસ્ટોન રોડ, હેરો, HA1 1PD ખાતે તા. ૨૪ અને ૨૫ જાન્યુઆરી ૨૦૧૫ (શનિવાર અને રવિવાર)ના દિવસોએ સવારના ૧૦થી સાંજના ૬ દરમિયાન કરવામાં આવ્યું છે.

આ બે દિવસીય કાર્યક્રમમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, સુરત અને સમગ્ર ગુજરાતના પ્રતિષ્ઠિત ડેવલપર્સ દ્વારા ૨૦ લાખથી શરૂ થતી પ્રોપર્ટીઝ અને ૩ લાખથી શરૂ થતા રોકાણલાયક જમીનના પ્લોટ સહિત વિવિધ રેન્જની પ્રોપર્ટીઝ દર્શાવાશે. અત્યારે કિંમતના ૨૦ ટકા રકમ ભરી પઝેશન મળે ત્યારે બાકીની ૮૦ ટકા રકમ ભરી પ્રોપર્ટીના માલીક થવાની અને હોમ લોન મેળવવાની આકર્ષક યોજનાઓ પણ છે. ગોદરેજ પ્રોપર્ટીઝ, અદાણી રીઆલ્ટી, નારાયણકૃપા ઈન્ફ્રા, પેસિફિકા અને ગુજરાતના અગ્રણી ડેવલપર્સ દ્વારા ફ્લેટ્સ, વિલાઝ, જમીનના પ્લોટ્સ સહિત વિવિધ પ્રકારના વિકલ્પો ધરાવતા બહુવિધ પ્રોજેક્ટ્સ રજૂ થશે.

આ પ્રસંગે માહિતી આપતા 'સર્વિસીસ ફોર NRI લિમિટેડ'ના ડિરેક્ટર શ્રી મિહિર શાહે (FCCA, ACA) જણાવ્યું હતું કે, ‘પોતાના મૂળિયાં સાથે જોડાઈ રહેવાની અદમ્ય ઈચ્છાના કારણે ઘણાં બિનનિવાસી ભારતીયો માટે ભારતમાં ઘર ખરીદવું ભાવનાત્મક નિર્ણય બની રહે છે. મે ૨૦૧૪થી ભારતથી સારા સમાચાર આવતા જ રહે છે. સરકાર દ્વારા 'મેઈક ઈન ઈન્ડિયા' કેમ્પેન લોન્ચ કરાઈ છે, જેમાં વિદેશી રોકાણકારો ભારતને ઉત્પાદન કેન્દ્ર તથા લાખો નવા સંભવિત વપરાશકારોના બજાર તરીકે નિહાળે તેવો અનુરોધ કરાયો છે. ઈન્ડસ્ટ્રીઅલ અને કોર્પોરેટ કરીઅલ એસ્ટેટની માગને ઉત્તેજન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ સમયમાં ભારતમાં ઘર ખરીદવાનો નિર્ણય માત્ર ભાવનાત્મક નહિ, લાભકારી પણ બની રહેશે.’

સર્વિસીસ ફોર NRI લિમિટેડ માટે ગ્રાહકોનો સંતોષ એ જ મુદ્રાલેખ છે. તેઅો ભારતમાં પ્રોપર્ટીઝ ખરીદવા ઈચ્છતા નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI), ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (OCI) અને પરસન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (PIO) માટે સલાહકારી સેવાઓ આપે છે. તેમના નિષ્ણાંત કાઉન્સેલરોની ટીમ ભારતમાં પ્રોપર્ટીઝની ઓળખ અને ખરીદવામાં સહાય, પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો વિશે કાનૂની અને ટેક્નિકલ સલાહ તેમ જ તેમની જરૂરિયાત અનુસાર ફ્લેક્સિબલ રીપેમેન્ટ વિકલ્પો માટે પણ સલાહ પૂરી પાડે છે.

પરિવાર સાથે શનિવાર અને રવિવાર, ૨૪ અને ૨૫ જાન્યુઆરીએ પ્રદર્શનની મુલાકાત લઇ ઘર ખરીદવાની પ્રક્રિયામાં સહાય કરવા અને એક તક આપવા અનુરોધ કરાયો છે. મુલાકાતીઓ માટે પરામર્શ અને પાર્કિંગની નિઃશુલ્ક વ્યવસ્થા છે.

લંડનમાં ગુજરાત રીઅલ એસ્ટેટ ડેસ્ટિનેશન-૨૦૧૫
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.