વિદેશવાસી ભારતીયો વતનની સંસ્કૃતિ વિશ્વમાં પ્રસરાવે

અમદાવાદઃ શહેરના સાબરમતિ રીવરફ્રન્ટ ખાતે ૯ જાન્યુઆરીએ સાંજે ૩૦૦૦થી વધુ પ્રવાસી ભારતીયો અને મહાનુભાવોની હાજરી વચ્ચે અને સુંદર આકર્ષક નજારાઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ તથા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા હતા. 

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત ખાતેના આ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં અનેક પ્રવાસી ભારતીયોમાં જે પહેલીવાર પોતાના વતન એવા ગુજરાતમાં આવ્યા છે, તેઓ અહીંથી ભાથુ લઈને દુનિયામાં ભારતને પ્રસરાવે. જ્યારે સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત વિદેશીઓનું આમ યજમાન છે પરંતુ ગુજરાતે ખરાઅર્થમાં આ ઉજવણી કરીને યજમાનપણું નિભાવ્યું છે. જે આ સાબરમતિ નદી આપણા ગાંધીબાપુ અને દાંડીપુલથી દેશ વિદેશમાં જાણીતી છે પરંતુ ગુજરાત સરકાર અને ખાસ કરીને તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માર્ગદર્શન હેઠળ સાબરમતિ કિનારે આ રીવરફ્રન્ટ સહિતના વિકાસના કામો સાથે તેને મોડર્ન વેમાં વધુ ખ્યાતનામ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
નહેરુબ્રીજથી ઈન્કમટેક્ષ સુધીના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ગુજરાતના લોકનૃત્યો, ગાંધી ફિલ્મો, નાટકો તથા સંગીતના કાર્યક્રમો સાથે પ્રવાસી ભારતીયો માટે ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. ૨૦૦થી વધુ કલાકારો સાથેના અનેકવિધ કાર્યક્રમો સાથે ખાસ ક્લાસીકલ બેલે ડાન્સ યોજાયો હતો. ત્યારબાદ મહેમાનો અને ફોરેન ડેલિગેટ્સ માટે રિવરફ્રન્ટ પર ભવ્ય ડીનર પણ યોજાયુ હતું.

વિદેશવાસી ભારતીયો વતનની સંસ્કૃતિ વિશ્વમાં પ્રસરાવે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.