વિદેશી વિદ્યાર્થીઓની હદપારીથી બ્રિટનને જ નુકસાન
લંડનઃ વિદેશી વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ બન્યા પછી દેશ બહાર મોકલી દેવાની હોમ સેક્રેટરી થેરેસા મેની યોજનાનો યુકેના અગ્રણી એન્ટ્રેપ્રીન્યોર સર જેમ્સ ડાયસને જોરદાર વિરોધ કર્યો છે.
સ્ટુડન્ટ વિઝાના નિયમો વધુ સખત બનાવવાના હોમ સેક્રેટરીના પ્રયાસોનો બિઝનેસ સેક્રેટરી વિન્સ કેબલ સહિતના કેબિનેટ સાથીઓએ વિરોધ કર્યો છે. ડાયસને જણાવ્યું છે કે આશરે ૨૦૦,૦૦૦ વિદેશી વિદ્યાર્થી યુકેમાં ટેકનોલોજી સંશોધનકાર્ય કરે છે. તેઓ દર વર્ષે દેશને ફી તરીકે અંદાજે £૭ બિલિયન પૂરા પાડે છે. દેશમાંથી તેમની હકાલપટ્ટી કરવાથી તેઓ તેમના દેશમાં વિશિષ્ટ આઈડિયા પણ સાથે લઈ જશે અને આપણા જ સ્પર્ધક બનશે.
