વિશ્વ માટે ગાંધીજી પ્રેરણારૂપ છેઃ જ્હોન કેરી

વિશ્વ માટે ગાંધીજી પ્રેરણારૂ

અમદાવાદઃ વાઇબ્રન્ટ સમિટ માટે ગાંધીનગર આવેલા અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરીએ ૧૧ જાન્યુઆરીએ બપોરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 

અમદાવાદઃ વાઇબ્રન્ટ સમિટ માટે ગાંધીનગર આવેલા અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરીએ ૧૧ જાન્યુઆરીએ બપોરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.  કેરીએ આશ્રમની વિઝિટર બુકમાં નોધ્યું હતું કે, ‘ગાંધી આશ્રમની મારી મુલાકાત યાદગાર રહી. ગાંધી સાદગી, માણસાઈ અને શાંતિના પ્રેરક તથા ઉદાહરણરૂપ બની રહ્યાં હતાં. તેમણે વિશ્વને શાંતિની પ્રેરણા આપી છે.’
જ્હોન કેરીની કારના કાફલાને નડ્યો અકસ્માત
જ્હોન કેરી ૧૨ જાન્યુઆરીએ ગાંધીનગરથી નીકળીને એરપોર્ટ તરફ જતા હતા ત્યારે ગાંધીનગર પાસે ‘ખ’ રોડ પાસેના શાહપુર ગામ પાસે કૂતરું વચ્ચે આવી જતા તેમની કારના કાફલામાંની એક કારે અચાનક જ બ્રેક મારતા પાછળથી આવી રહેલી કાર ઘૂસી ગઇ હતી.
જો કે, આ અકસ્માતમાં જ્હોન કેરીને કોઇ ઇજા થઇ ન હતી અને તેમને અન્ય કારમાં બેસાડીને એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્હોન કેરીના કાફલા માટે એરપોર્ટ સુધીનો રસ્તો પોલીસે બ્લોક કર્યો હતો.

વિશ્વ માટે ગાંધીજી પ્રેરણારૂ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.