વેશ્યાગહોમાં લૂંટ કરતી ત્રિપૂટી પકડાઈ
હેરોઃ બ્રેન્ટના વેશ્યાગૃહોમાં બંદૂકની અણીએ સંખ્યાબંધ લૂંટ ચલાવવાના ગુનાસર શેફર્ડ્સ બુશની ત્રણ વ્યક્તિને ગયા મહિને હેરો ક્રાઉન કોર્ટે દોષી ઠરાવી હતી.
ગોડહોક રોડના ફૈઝલ મસૂદ (૧૮), મેલ્ઝેડિક વિલિયમ્સ (૧૯) અને અમજદ મસૂદ (૪૫) દ્વારા ગયા વર્ષના માર્ચ મહિનાથી જૂન સુધીના ગાળામાં બરોના ૧૬ વેશ્યાગૃહોને લક્ષ્ય બનાવાયા હતા. પોલીસે મુખ્યત્વે વિદેશી નાગરિકો સહિત ૧૦૦ સાક્ષી તપાસ્યા હતા, ૬,૦૦૦ જેટલા ટેલિફોન કોલ્સ કર્યા હતા અને ૪૦૦થી વધુ પૂરાવા જપ્ત કર્યા હતા. આ ત્રણેને હેરો ક્રાઉન કોર્ટ ૩૦ જાન્યુઆરીએ સજા જાહેર કરશે.
