સાઉદી એરલાઈનમાં સ્ત્રી-પુરુષને અલગ બેઠક

લંડનઃ માન્ચેસ્ટરથી ઉડાણ કરતી સાઉદી અરેબિયા એરલાઈનમાં પુરુષ - સ્ત્રી પ્રવાસીને અલગ બેસાડવાની વ્યવસ્થા કરવા સ્ટાફને સૂચના અપાઈ છે. કેટલાંક પુરુષ પ્રવાસીઓએ તેમની પત્નીની સાથે અજાણ્યા પુરુષને બેઠક આપવા સામે વાંધો લીધો હોવાના અહેવાલ છે.

Emirates247 ન્યૂઝ વેબસાઈટના અહેવાલ અનુસાર આ સ્ત્રીઓના નિકટના સગાં હશે તો જ સાથે બેઠક અપાશે. સાઉદી એરલાઈનમાં આલ્કોહોલ અથવા પોર્કની પેદાશો નહિ પીરસવા, મોટા ભાગની ફ્લાઈટ્સમાં પુરુષો માટે પ્રાર્થનાની જગ્યા રાખવા તેમ જ સાઉદી મહિલાઓને કેબિન ક્રૂ તરીકે નહિ રાખવાના નિયમોનું પાલન કરાય છે. ગલ્ફથી ઓપરેટ કરાતી મોટા ભાગની એરલાઈન્સ ઈસ્લામિક કાયદાઓનું પાલન કરે છે, પરંતુ તેની સખ્તાઈમાં થોડો ફરક રહે છે.

સાઉદી એરલાઈનમાં સ્ત્રી-પુરુષ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.