૧૫ પ્રવાસી ભારતીયોનું સન્માન

પ્રવાસી ભારતીય દિવસના સમાપન દિવસે ઉપરાષ્ટ્રપતિ હમિદ અન્સારીના હસ્તે વિશ્વભરમાં પથરાયેલા પ્રવાસી ભારતીયોમાંથી વર્ષે પસંદ કરાયેલા અને પોતપોતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા મહાનુભાવોને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિના અધ્યક્ષપદે રચાયેલી જ્યુરીએ આ નામો પસંદ કર્યા છે. 

• સત્ય નડેલા, અમેરિકાઃ ભારતીય મૂળના સત્ય નડેલા માઇક્રોસોફ્ટના સીઇઓ છે. તેમણે કર્ણાટકની મણિપાલ ઇન્સ્ટિટ્યુટમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.
• સંજય રાજારામ, મેક્સિકોઃ વારાણસીમાં જન્મ્યા છે અને મેક્સિકોમાં રહે છે. તેમણે વિકસાવેલી ઘઉંના છોડની નવી જાતના કારણે અનેક દેશોમાં હરિયાળી ક્રાંતિ જોવા મળી છે.
• ડો. કમલેશ લુલ્લા, અમેરિકાઃ વડોદરામાં ઉછેર, પણ છેલ્લા ૧૭ વર્ષથી અમેરિકાની પ્રતિષ્ઠિત અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’માં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે
• ડો. નંદિની ટંડન, અમેરિકાઃ લુમિરા કેપિટલ કોર્પોરેશનન લાઇફ સાયન્સ વિભાગમાં એમડી અને સાયન્સ ફ્યુચર ક્ષેત્રમાં સલાહકાર. ૨૦ વર્ષની કામગીરીમાં બાયોટેક્નોલોજી, મેડિકલ જેવા વગેરે ક્ષેત્રમાં પ્રદાન આપ્યું છે.
• માલા મહેતા, ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયાના વતની NSW કમ્યુનિટી લેંગ્વેજ સ્કૂલની ઇન્ડો-ઓસી. બાલ ભારતીય વિદ્યાલય હિંદી સ્કૂલના સહ સંસ્થાપક-શિક્ષક છે.
• રાજમલ પરખ, ઓમાનઃ બાયોજિનોમિક્સ લિમિટેડ કંપનીના ચેરમેન અને એમડી છે. કંપની મિડલ ઇસ્ટમાં ૪.૫ બિલિયન ડોલરનું ટર્નઓવર ધરાવે છે.
• મહેન્દ્ર નાનજી મહેતા, યુગાન્ડાઃ મહેતા ગ્રૂપ ઓફ કંપનીના ચેરમેન. ગ્રૂપ સુગર, સિમેન્ટ, પેકેજિંગ, કન્સલ્ટિંગ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે સક્રીય છે.
• લોર્ડ રાજ લૂંબા, બ્રિટનઃ જન્મ પંજાબના દીલવાનમાં થયો હતો. બ્રિટનની ગારમેન્ટ ક્ષેત્રની કંપની રિંકૂ ગ્રૂપના સંસ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન છે.
• જસ્ટિસ દુરાઇકન્નુ કરુણાકરમ્, સેશલ્સઃ જસ્ટિસ દુરાઇકન્નુ કરુણાકરમ સેશલ્સ દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસતરીકે કામગીરી બજાવી ચૂક્યાં છે.
• ડોનાલ્ડ રામાતોર, ગયાનાઃ ૧૯૯૭થી ગયાના દેશની અગ્રણી રાજકીય પાર્ટી પીપલ્સ પ્રોગ્રેસિવ પાર્ટીના મહાસચિવ છે.
• પ્રો. નાથુરામ પુરી, બ્રિટનઃ જન્મ ચંડીગઢમાં. ૧૯૮૩માં પુરિકો ગ્રૂપની સ્થાપના કરી. હાલમાં પુરી ફાઉન્ડેશન ફોર એજ્યુ. ઇન ઇન્ડિયા કાર્યક્રમના ચેરમેન છે.
• ભરતકુમાર શાહ, યુએઈઃ ભરતકુમારજયંતિલાલ શાહ દુબઇની કંપની અલ મુસ્તાનિર ટ્રેડિંગ કંપનીના ચેરમેન છે.
• અશરફ પલરાકુન્નુમલ, યુએઈઃ મૂળ ભારતીય અશરફ અને યુએઈમાં સ્થાયી થયેલા અશરફ પલરાકુન્નુમલને ઔદ્યોગિક ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત અને સન્માનનીય સ્થાન ધરાવે છે.
• કંવલજિત સિંહ બક્ષી, ન્યૂઝીલેન્ડઃ દિલ્હીમાં જન્મ. ન્યૂઝીલેન્ડ નેશનલ પાર્ટીના સક્રિય રાજકારણી છે. ન્યૂઝીલેન્ડમાં સંસદમાં ૨૦૦૮માં ચૂંટવામાં આવ્યા હતા.
• ઇસોપ ગુલામ પહદ, દક્ષિણ આફ્રિકાઃ સાઉથ આફ્રિકાના નેતા છે. ૧૯૯૯થી ૨૦૦૮ સુધી તેઓ સરકારમાં પ્રધાન તરીકે રહી ચૂક્યાં છે. ત્યાં ઓર્ગેનાઇઝિંગ કમિટીના સભ્ય હતા.

૧૫ પ્રવાસી ભારતીયોનું સન્માન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.