• પ્રેમિકાના અશ્લીલ વિડીયો ફેસબૂક પર મૂકવા ધમકી

પોતાની સામેની ફરિયાદ પાછી ખેંચવા પ્રેમિકાને પત્રો લખી યાસીન કાનામિઆએ તેને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી હોવાની રજૂઆત લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ કરાઈ હતી. એપ્રિલ ૨૦૧૩ની આ ઘટનામાં સ્પિની હિલ્સના યાસીનને ૧૮ મહિનાની જેલની સજા કરાઈ હતી, જે બે વર્ષ સુધી મુલતવી રખાઈ છે. શારીરિક બીમાર અને માનસિક ત્રાસ અનુભવવા છતાં પૂર્વ પ્રેમિકાએ ૩૪ વર્ષના કાનામિઆની ધમકીઓ અંગે ફરિયાદ કરવાની હિંમત દર્શાવી હતી. બિઝનેસ મેનેજમેન્ટ સ્નાતક યાસીને હેરેસમેન્ટની ફરિયાદ પાછી ન ખેંચે તો પ્રેમિકાની સેક્સ્યુઅલ, અશ્લીલ ઈમેજીસ અને વિડીઓ ફેસબૂક પર મૂકવાની ધમકી પણ આપી હતી.

• વીમા કૌભાંડમાં ત્રણ વર્ષની જેલની સજાઃ  બનાવટી અકસ્માતો સર્જી ઈન્સ્યોરન્સ કૌભાંડમાં ભૂમિકા બદલ હેરો ક્રાઉન કોર્ટે ક્વીન્સ પાર્કના બશિર ઝૈરીને ત્રણ વર્ષની જેલની સજા ફરમાવી છે. મુખ્યત્વે ટેસ્કો ડિલિવરી વાનને નિશાન બનાવી માલવર્ન રોડના બશિરે £૨૭૦,૦૦૦થી વધુ રકમ ખિસ્સાંભેગી કરી હતી. તેણે નિર્દોષ અને અસલામત ડ્રાઈવર્સને સાંકળી બનાવટી અકસ્માતો ઉભાં કર્યાં હતા, જેથી ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે ખોટાં ક્લેઈમ્સ કરી શકાય. બનાવટી અકસ્માત ગોઠવી દીધા પછી બશિરને પર્સનલ ઈન્જરી, વ્હીકલ હાયરિંગ, વ્હીકલ સ્ટોરેજ, રીકવરી અને ડેમેજના નાણા ચુકવાતા હતા. તેણે £૩૧૩,૦૦૦નું નાણાકીય મૂલ્ય ધરાવતા બનાવટી માર્ગ અકસ્માતો ઉભાં કર્યાં હતા, જેમાંથી તેને £૨૭૯,૨૬૭ની રકમ મળી હતી. તેણે
ગયા મહિને યુકે વીમાઉદ્યોગ સાથે છેતરપીંડી આચરવાનો ગુનો કબૂલી લીધો હતો.

• પ્રેમિકાના અશ્લીલ વિડીયો ફે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.