મોદી એક્સપ્રેસ બસના કાફલાનું લોન્ચિંગઃ યુકેમાં બસ પે ચર્ચા શરૂ

મોદી એક્સપ્રેસ બસના કાફલાનું લોન્ચિં
Modi Express Bus

લંડનઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નવેમ્બરમાં યુકેની મુલાકાત અગાઉ ભારતીય સમુદાય અને બ્રિટનસ્થિત તેમના મિત્રો દ્વારા જોરદાર તૈયારી શરૂ કરી દેવાઈ છે. આ તૈયારીના ભાગરૂપે શનિવાર, ૧૦ ઓક્ટોબરે મોદી એક્સપ્રેસ બસનો કાફલો લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ૩૦ બસનો કાફલો એક મહિના સુધી સેન્ટ્રલ લંડનના લેન્ડમાર્ક્સ ઉપરાંત યુકેના વિવિધ કોમ્યુનિટી સંગઠનોની પણ મુલાકાત લેશે. આ બસનું પ્રથમ સ્ટોપ ‘લિટલ ઈન્ડિયા’ તરીકે ઓળખાતા ઈલિંગ રોડ, વેમ્બલીનું રહેશે, જ્યારે દિવાળીની ઉજવણી ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે કરશે. 

આયોજક સમિતિના મયુરી પરમારે જણાવ્યું હતું કે,‘ભારતમાં ચાય પે ચર્ચા જોવા મળી હતી. હવે યુકેમાં આપણને બસ પે ચર્ચા જોવા મળશે.’ શ્રીફળ વધેરી બસનું ઉદ્ઘાટન કરાયા પછી લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે, ‘આ બસનું લોન્ચિંગ યુકે અને ભારત દ્વારા સકારાત્મક હેતુ દ્વારા લોકોને નિકટ લાવવાનું વધુ એક ઉદાહરણ છે. આપણે નવેમ્બરમાં વડા પ્રધાન મોદીના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ ત્યારે મોટી સંખ્યામાં આપણી કોમ્યુનિટીઓનાં સભ્યોને હાજર જોઈ મારો ઉત્સાહ પણ વધ્યો છે. યુકેમાં દેખાતાં ‘મોદી મેનિયા’ને ટેકો આપવા અને તેમાં ભાગ લેવાની ઘણા લોકોને તક મળશે તેની મને આશા છે.’

સાંસદ કિથ વાઝે લેસ્ટરથી તેમની સાથે મોદી એક્સપ્રેસ બસમાં જોડાવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. લંડનના બરો બ્રેન્ટ કાઉન્સિલના નેતા મુહમ્મદ બટે પણ વડા પ્રધાન મોદીને બ્રેન્ટમાં આવકારવાની ઉત્સુકતા દર્શાવી હતી.

તમામ કોમ્યુનિટીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. લોન્ચિંગ કાર્યક્રમમાં લંડન એસેમ્બલીના સભ્ય નવીન શાહ, યુકેમાં સૌથી નાની વયના બ્રિટિશ ભારતીય કાઉન્સિલર કૃપા શેઠ અને કૃપેશ હિરાણી પણ ઉપસ્થિત હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બરમાં યુકેની મુલાકાતે આવી રહ્યા છે તેના સંદર્ભમાં આ બસ લોન્ચ કરવામાં આવી છે. આ મુલાકાતમાં કોઈ પણ ચૂંટાયેલા વિદેશી નેતાને બ્રિટિશ ભૂમિ પર અપાયું હોય તેવું સૌથી વિશાળ UKWelcomesModiકોમ્યુનિટી રીસેપ્શન તેમને અપાશે. વેમ્બલી સ્ટેડિયમ ખાતે ૬૦,૦૦૦થી વધુ લોકો હાજરી આપશે અને તેની ટિકિટોનું વિતરણ આગામી સપ્તાહોમાં શરૂ કરાશે. યુકેના ૨૫૦થી વધુ શહેર અને ટાઉનના લોકોએ આમંત્રણ માટે અરજીઓ કરી છે.

મોદી એક્સપ્રેસ બસના કો-ઓર્ડીનેટર નીતિન પલાણે કહ્યું હતું કે આગામી સપ્તાહથી અમારી વેબસાઈટ શરૂ કરાશે અને આખા દેશમાંથી ઈવેન્ટમાં હાજરી આપવા મોદી એક્સપ્રેસ બસની ટિકિટ્સનું બુકિંગ કરી શકાશે.

UKWelcomesModi સમારંભના વેલકમ પાર્ટનર્સ તરીકે ૪૫૦થી વધુ કોમ્યુનિટી સંસ્થાઓ સામેલ થઈ છે. યુકેસ્થિત ૧.૫ મિલિયન ભારતીય ડાયસ્પોરાનો મોટો હિસ્સો આ કાર્યક્રમમાં હાજરી આપશે.

મોદી એક્સપ્રેસ બસના કાફલાનું લોન્ચિં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.