ઈબોલા-એઈડ્સથી સાજા કરવાનો દાવો
લંડનઃ ચમત્કારી સોલ્યુશન ઔદ્યોગિક બ્લીચ વડે ઈબોલા, એઈડ્સ અને ઓટિઝમ જેવી બીમારીઓ દૂર કરવાના દાવા કરતા લાસ વેગાસના સેલ્સમેનને યુકે ઓલ્ટરનેટિવ હેલ્થ કોન્ફરન્સમાં પ્રતિબંધિત કરવાની માગણી કરાઈ છે.
લંડનઃ ચમત્કારી સોલ્યુશન ઔદ્યોગિક બ્લીચ વડે ઈબોલા, એઈડ્સ અને ઓટિઝમ જેવી બીમારીઓ દૂર કરવાના દાવા કરતા લાસ વેગાસના સેલ્સમેનને યુકે ઓલ્ટરનેટિવ હેલ્થ કોન્ફરન્સમાં પ્રતિબંધિત કરવાની માગણી કરાઈ છે.
એક સમયે લાસ વેગાસમાં સોનાની શોધ કરવામાં લાગેલા સેલ્સમેન જિમ હમ્બલ ખુદને પોતાના જ ચર્ચના આર્ચબિશપ ગણાવે છે. તેણે દાવો કર્યો હતો કે તે વિવિધ પ્રકારની બીમારીઓમાંથી લોકોને સાજા કરી શકે છે. આરોગ્ય સત્તાવાળાઓએ અગાઉ ચેતવણી આપી છે કે ‘મિરેકલ મિનરલ સોલ્યુશન (MMS)’ નામે ઓળખાતું ઉત્પાદન કિડનીની નિષ્ફળતા અને પોઈઝનિંગ સહિત આરોગ્યના ગંભીર જોખમ ઉભાં કરી શકે છે.