ગીરમાં ૧લી મેથી સિંહની વસ્તી ગણતરી

એશિયા ખંડમાં સિંહના એક માત્ર વસવાટ સ્થળ ગીર, ગિરનાર વન્ય પ્રાણી અભ્યારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન વિભાગ દ્વારા ૧થી ૫ મે સુધી સિંહ વસતી ગણતરી હાથ ધરાશે.

જૂનાગઢઃ એશિયા ખંડમાં સિંહના એક માત્ર વસવાટ સ્થળ ગીર, ગિરનાર વન્ય પ્રાણી અભ્યારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન વિભાગ દ્વારા ૧થી ૫ મે સુધી સિંહ વસતી ગણતરી હાથ ધરાશે. આઠ પ્રદેશો, ૩૦ પેટા પ્રદેશો, ૧૦૬ નાના પ્રદેશોમાં ૬૨૫ ગણતરી કેન્દ્રો ઉપર ૨૨૦૦ જેટલા વનકર્મીઓ કામગીરી સંભાળશે. વનરાજોની વસતી ગણતરી દર પાંચ વર્ષે હાથ ધરાય છે. ગીર સિવાય આસપાસના જિલ્લાઓમાં પણ વનરાજોનો વસવાટ પ્રસર્યો છે. તેથી જ્યાં જ્યાં સિંહની વસ્તી છે છે તેવા વિસ્તારોને ગણતરીમાં આવરી લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૦ની વસ્તી ગણતરીમાં ૪૧૧ સિંહ નોંધાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે સિંહની વસ્તી ૫૦૦ની આસપાસ પહોંચે તેવી સંભાવના છે.

ગીરમાં ૧લી મેથી સિંહની વસ્તી ગણતરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.